ચેતન પટેલ/સુરતઃ સુરતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ નવા કેસો નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે. આજે નવા 8 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1023 થઈ ગઈ છે. શહેરના લિંબાયત વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. હાલ તમામ લોકોને સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં વધુ 8 કેસ નોંધાયા
શનિવારે સવારે સુરતમાં કોરોના વાયરસના વધુ 8 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 1023 પર પહોંચી છે. સુરતમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. નવા 8 સંક્રમિતોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામના પરિવારજનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 


સુરત જિલ્લામાં કુલ 47 મૃત્યુ
સુરત જિલ્લામાં અત્યાર સુધી 1023 કેસમાં કુલ 47 લોકોના મૃત્યુ પણ થયા છે. તો સારવાર બાદ 634 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 334 એક્ટિવ કેસ છે. 


સુરતમાં એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત, અમરોલી પોલીસે માર માર્યાનો આક્ષેપ


ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 10 હજારને નજીક
જો સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 9932 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો કોરોનાએ રાજ્યમાં 606 લોકોનો ભોગ લીધો છે. 4035 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં 5300 જેટલા એક્ટિવ દર્દીઓ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર