બનાસકાંઠામાં કોરોના વાયરસના 9 કેસ નોંધાયા, જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 125
રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે.
બનાસકાંઠા/નવસારીઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. અનેક જિલ્લામાં સંક્રમિતોનો આંકડો 100ને પાર પહોંચી ગયો છે. તો બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો કેર વધી રહ્યો છે. આજે નવા 9 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 125 પર પહોંચી છે. નવસારીમાં બે અને પંચમહાલમાં એક નવો કેસ નોંધાયો છે.
બનાસકાંઠામાં નવા 9 કેસ નોંધાયા
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 7 કેસ નોંધાયા છે. તો ડીસા અને લાખણીમાં એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નાના વિસ્તારોમાં કેસ વધવાની સાથે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ જિલ્લામાં અત્યાર સુધી કુલ 125 કેસ નોંધાયા છે.
પંચમહાલમાં વધુ એક કેસ નોંધાયો
પંચમહાલના હાલોલમાં એક 47 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.
દક્ષિણ ગુજરાતમાં નિસર્ગની અસર શરૂ, ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
નવસારીમાં 93 વર્ષીય મહિલાનું મૃત્યુ
નવસારી જિલ્લામાં કોરોના વાયરસના વધુ બે કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 27 થઈ ગઈ છે. તો સારવાર દરમિયાન એક 93 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર