ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં એક 19 વર્ષીય પરિણીત યુવતી એ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. એક દિવ્યાંગ વ્યક્તિ દ્વારા યુવતીના ઘરે પહોંચી તેમને કોઈ બહાને હોટલમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારી તેનો વિડીયો પણ બનાવી લીધો. જોકે આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે સંબંધ રાખવાની માંગણી કરતો હતો. આખરે યુવતી એ કંટાળી પોલીસ સ્ટેશન ના દરવાજા ખખડાવ્યા હતા અને પોલીસે યુવતીની ફરિયાદ નોંધી દિવ્યાંગ આધેડ આરોપીની ધરપકડ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીથી અડધી વસ્તીવાળા દેશે કર્યો કમાલ, ભારતનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો


અમદાવાદના પૂર્વ વિસ્તાર ખોખરામાં એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. જોકે સમગ્ર કિસ્સો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક 45 વર્ષીય દિવ્યાંગ વ્યક્તિ એ 20 વર્ષની પરિણીત યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી દિવ્યાંગ વ્યક્તિ પાસે બે રીક્ષાઓ હતી, જેમાંથી એક રીક્ષા તે પોતે ચલાવતો હતો અને અન્ય એક રીક્ષા પોતાના પતિને દરરોજના ભાડા પેટે આપી હતી. જેથી બંને એકબીજાના પરિચયમાં હતા. એક દિવસ આ દિવ્યાંગ વ્યક્તિ અચાનક પરિણીત યુવતી એકલી હતી તે દરમિયાન તેના ઘરે પહોંચ્યો અને તેની જૂની મેટરમાં વકીલને મળવા જવાનું કહીને યુવતીને એરપોર્ટ પાસેની કોઈ હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. 


જ્ઞાન સહાયકની નિમણૂક સમયે કરવાના રહેશે કરાર; કાયમી શિક્ષક હાજર થયા બાદ નિમણૂક રદ


આરોપી દિવ્યાંગ વ્યક્તિ એ પોતાની રીક્ષા ફરિયાદી યુવતીના પતિને ભાડે આપી હતી અને ભાડા પેટે દરરોજના 250 રૂપિયા નક્કી કર્યા હતા, પરંતુ યુવતીનો પતિ દરરોજ ભાડું ચૂકવી શકતો ન હોવાથી રૂપિયા દેવા ના ખૂબ વધી ગયા હતા. છેલ્લે દરરોજના 600 રૂપિયા આપવાનું પણ નક્કી થયું હતું અને તેને લઈને બંને વચ્ચે અનેક વખત તકરાર પણ થતી હતી. જોકે આ દિવ્યાંગ વ્યક્તિ એ જે રીક્ષા ભાડે આપી હતી તેમાં જીપીએસ પણ લગાવેલું હતું અને એક દિવસ તે જીપીએસ દ્વારા યુવતી નો પતિ ઘર થી બહાર હોવાનું જોઈ અને યુવતીના ઘરે પહોંચી તેને બહાર લઈ ગયો હતો. 


છેલ્લાં 24 કલાકમાં 11 ગુજરાતીઓના ધબકારા બંધ, ગરબા રમતા પાંચ લોકોના પ્રાણ ગયા


જો કે એક વખત બળાત્કાર ગુજાર્યા બાદ આ દિવ્યાંગ વ્યક્તિ યુવતી પાસે અનેક વખત શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો અને જો તે સંબંધ નહીં રાખે તો તેમના પહેલી વખત ઉતરેલા વિડીયો પણ વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો. તેને લઈને યુવતી એ આખરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


દિવાળી પહેલા શુક્ર અને શનિની બદલશે ચાલ, આ રાશિના લોકો પર થશે રુપિયાનો વરસાદ


હાલ તો 20 વર્ષીય પરિણીત યુવતીની ફરિયાદને આધારે પોલીસે દિવ્યાંગ આરોપીની ધરપકડ કરી છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે કે આ દિવ્યાંગ આરોપી અગાઉ કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ અથવા તો ખરેખર યુવતી સાથે તેમણે કઈ કઈ જગ્યા ઉપર દુષ્કર્મ આચાર્ય છે તેને લઈને પણ તપાસ હાથ ધરી છે.