World Cup 2023: દિલ્હીથી અડધી વસ્તીવાળા દેશે કર્યો કમાલ, ભારતનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

NED vs SL: વર્લ્ડ કપ 2023 માં ભારતની રાજધાની દિલ્હીથી અડધી વસ્તીવાળા દેશને ટીમ ઇન્ડીયાના 40 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. આજ સુધી કોઇપણ દેશ આ રેકોર્ડ બરાબરી કરી શક્યું નથી. 
 

World Cup 2023: દિલ્હીથી અડધી વસ્તીવાળા દેશે કર્યો કમાલ, ભારતનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

Netherlands World Record: વર્લ્ડ કપ 2023ની 19મી મેચમાં દિલ્હીની અડધી વસ્તી ધરાવતા દેશ નેધરલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દેશે ભારતનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. નેધરલેન્ડે શ્રીલંકા સામે ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં નેધરલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 262 રન બનાવ્યા હતા.

નેધરલેન્ડે તોડ્યો ભારતનો રેકોર્ડ 
નેધરલેન્ડના બેટ્સમેન સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ અને લોગાન વાન બીકે શ્રીલંકાના બોલરોનો નાશ કર્યો અને સાતમી વિકેટ માટે 130 રનની મોટી ભાગીદારી કરી. આ સાથે આ જોડીએ 1983માં કપિલ દેવ અને સૈયદ કિરમાણીના 126 રનની ભાગીદારીના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. એન્ગલબ્રેક્ટ અને લોગાનની આ જોડી હવે વર્લ્ડ કપના ઈતિહાસમાં સાતમી વિકેટ અથવા તેનાથી નીચે બેટિંગ કરતી વખતે સૌથી વધુ રન ઉમેરનાર જોડી બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ કપિલ દેવ અને સૈયદ કિરમાણીના નામે હતો.

એન્જેલબ્રેક્ટ અને લોગાને શ્રીલંકાના બોલરોની કરી ધોલાઇ
મેચમાં પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડના 6 બેટ્સમેન 91 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સાતમી વિકેટ માટે સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગાન વેન બીક વચ્ચે 130 રનની ભાગીદારી થઈ હતી. ટીમ તરફથી સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તો બીજી તરફ લોગાન વેન બીકે 59 મહત્વપૂર્ણ રન ઉમેર્યા અને 1 ફોર અને 1 સિક્સ ફટકારી. આ બંનેની મદદથી ટીમ 262 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.

મધુશંકા-રજિતાથાએ લીધી વિકેટ
શ્રીલંકાના દિલશાન મધુશંકા અને રાજિથાએ નેધરલેન્ડના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. બંનેએ 4-4 વિકેટ લીધી હતી. મધુશંકાએ 9.4 ઓવરમાં 49 રન આપ્યા હતા. જ્યારે રજિતાએ 9 ઓવરમાં 50 રન આપ્યા હતા. આ સિવાય મહેશ તિક્ષાનાને 1 વિકેટ મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news