જ્ઞાન સહાયકની નિમણૂક સમયે કરવાના રહેશે કરાર; કાયમી શિક્ષક હાજર થયા બાદ જ્ઞાન સહાયકની નિમણૂક રદ
એક મોટા સમાચાર મળી રહ્યા છે. હવે સરકારે જાહેરાત કરી છે કે જ્ઞાન સહાયકની નિમણૂંક સમયે કરાર કરવાના રહેશે. કાયમી શિક્ષક હાજર થયા બાદ જ્ઞાન સહાયકની નિમણૂક રદ થશે. ફરજ દરમિયાન મૃત્યુ થાય તો બાકી અન્ય કોઈ લાભ નહીં મળે. જ્ઞાન સહાયકોની નિમણૂંક અંગે શરતો DEOને મોકલાવી છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા હાલમાં અંતિમ તબક્કામાં છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. હવે સરકારે જાહેરાત કરી છે કે જ્ઞાન સહાયકની નિમણૂંક સમયે કરાર કરવાના રહેશે. કાયમી શિક્ષક હાજર થયા બાદ જ્ઞાન સહાયકની નિમણૂક રદ થશે. ફરજ દરમિયાન મૃત્યુ થાય તો બાકી અન્ય કોઈ લાભ નહીં મળે. જ્ઞાન સહાયકોની નિમણૂંક અંગે શરતો DEOને મોકલાવી છે.
જ્ઞાન સહાયકની નિમણૂક સમયે કરવાના રહેશે કરાર; કાયમી શિક્ષક હાજર થયા બાદ જ્ઞાન સહાયકની નિમણૂક થશે રદ #જ્ઞાન_સહાયક #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ #GyanSahayak #BreakingNews #News pic.twitter.com/8QK1qFmZmw
— Zee 24 Kalak (@Zee24Kalak) October 21, 2023
મહત્વનું છે કે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. જેમાં ઓક્ટોબર માસના અંત સુધીમાં જ્ઞાન સહાયક માટેના નિમણૂકના હુકમો આપી દેવામાં આવનાર છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટેની કાર્યવાહી દિવાળી પછી શરૂ થનારા બીજા શૈક્ષણિક સત્રમાં હાથ ધરવામાં આવશે. શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક થયા બાદ હાલમાં ફરજ બજાવી રહેલા પ્રવાસી શિક્ષકોને છુટા કરવામાં આવશે.
નોંધનીય છે કે, સુત્રો જણાવી રહ્યા છે કે ઓક્ટોબર માસના અંત સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોના ભરતીના ઓર્ડર ઇસ્યૂ કરી દેવામાં આવશે. શાળા પસંદગી માટેની મુદ્દત પૂર્ણ થયા બાદ નિમણૂક માટેના હુકમો ઇસ્યૂ કરવાની કામગીરી હાથ પર લેવાશે. જેમાં ચાલુ માસના અંત સુધીમાં પ્રાથમિક અને માધ્યમિકમાં જ્ઞાન સહાયકોના ઓર્ડર ઇસ્યૂ કરવામાં આવશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક માટે દિવાળી વેકેશન પછી કાર્યવાહી હાથ પર લેવાય તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે