ભરૂચની ઘટનાને કળ નથી વળી ત્યાં જસદણમાં સગીરા સાથે ગંદુ કામ! 29 વર્ષીય યુવકે અડપલા કર્યા, પછી...
જસદણમાં 29 વર્ષીય ઢગાએ 14 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું અને કાગવડ, ઘેલા સોમનાથ વગેરે જગ્યાએ લઈ જઈ અડપલા કર્યાં હતા. આરોપી રોહિત પીઠવાને પાનનો ગલ્લો હોય તરૂણી ત્યાં અવાર નવાર વસ્તુ લેવા જતી હતી.
ઝી ન્યૂઝ/રાજકોટ: જસદણમાં 29 વર્ષીય ઢગાએ 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અડપલા કર્યાં હતા. આરોપી રોહિત પીઠવાને પાનનો ગલ્લો હોવાથી તરૂણી ત્યાં અવાર નવાર વસ્તુ લેવા જતી હતી. એ દરમિયાન આરોપીએ પરિચય કેળવી નજર બગાડી અપહરણ કર્યું હતું. હાલ જસદણ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ, ગુજરાત પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયાર
જસદણ પોલીસ મથકે અપહરણ અને પોક્સો સાહિતની કલમો સાથે ગુનો દાખલ થયો હતો સાથે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી રોહિત રમેશભાઈ પીઠવા(ઉ.વ 29)ને જસદણમાં પાનનો ગલ્લો છે. ભોગ બનનાર આરોપીના પાનના ગલ્લા નજીકના વિસ્તારમાં રહેતી હતી. દોઢેક વર્ષ પહેલા સગીરા આરોપીની દુકાને કોઈ વસ્તુ લેવા આવી હતી. માસુમ સગીરાને જોઈ આરોપીની નિયત બગડી હતી. તેણે સગીરા સાથે પરિચય કેળવ્યો હતો. લલચાવી ફોસલાવી મોબાઈલ નંબરની આપલે કરી હતી. પછી ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ કરી પોતાની વાતચીતમાં સગીરાને ભોળવી હતી.
રશિયાના જે શહેરમાં યોજાઈ હતી BRICS, ત્યાં યુક્રેને કર્યો 9/11 જેવો ઘાતક હુમલો
લગ્નની લાલચ આપી બે દિવસ પહેલા આરોપી 14 વર્ષીય સગીરાને ભગાડી અપહરણ કરી ગયો હતો અને સગીરા લાપતા થતા તેના પિતાએ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ભોગ બનનારની ઉંમર માત્ર 14 વર્ષ હોય, બનાવની ગંભીરતા જોઈને જસદણ પોલીસે સહિત અલગ અલગ ટિમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાદમાં આરોપીના ઘરે અને દુકાને પણ તે મળી ન આવતા તે જ અપહરણ કરી ગયો છે તેની ખાત્રી કરી હતી. હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી આરોપી અને સગીરાની શોધખોળ શરૂ કરાઈ હતી.
મુશ્કેલીમાં મૂકાયો આ ખેલાડી, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?
દરમિયાન બંને જસદણ તરફ આવતા હતા ત્યારે મળી આવ્યા હતા. પુછપરછમાં જાણવા મળેલ કે આરોપી સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ ગયો હતો. બંને પરત આવતા હતા ત્યારે જ પોલીસે તેને શોધી કાઢ્યા હતા. આ દરમ્યાન આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાં હતા. જેથી અપહરણ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને જસદણ પોલીસ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કર્યો ખુલાસો