ભરત ચુડાસમા/ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં એક બાળકીનું મોત નિપજ્યા બાદ ડોકટરને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા સગી માતાએ જ પાંચ વર્ષીય બાળકીનું ગળુ દબાવી તેની હત્યા કરી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આગામી 4 દિવસ ખુબ જ ભારે! માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો!


ભરૂચની કોર્ટ રોડ પર આવેલા એકતાનગરની પાછળ રામનગર વિસ્તારમાં એક મકાનમાં પરપ્રાંતીય પરિવારો વસવાટ કરે છે. જેમાં એક પરિવારની માસુમ છ વર્ષીય અંશુ ચૌહાણને તેના કાકા ટુવ્હીલર પર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. ત્યારે સિવિલ પર હાજર તબીબે બાળકીને ચેક કરતા તે મૃત હોવાનું જાહેર કરવા સાથે મોતનું કારણ પૂછતા યોગ્ય જવાબ ન મળતા સિવિલના તબીબે તાત્કાલિક એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. 


પ્રધાનમંત્રી મોદી ફરી આવશે ગુજરાત, આ પ્રદેશમાં વિકાસના અનેક કામોનું કરાશે લોકાર્પણ


સિવિલના તબીબે પણ બાળકીનું મોત પ્રાથમિક અનુમાન મુજબ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા કરતા પોલીસે બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવા સાથે ઝીણવટ ભરી તપાસનો દોર લંબાવ્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બાળકીની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેની સગી માતા નંદની ચૌહાણે કરી હોવાનું બહાર આવ્યું છે. 


ફરી પેપર નહીં વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! યુવરાજસિંહના ઘટસ્ફોટ બાદ લેવાયું એક્શન


પતિ સાથેના અણબનાવના કારણે સગી જનેતાએ જ તેની 5 વર્ષીય પુત્રીનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. જે મામલે એ ડિવિઝન પોલીસે હત્યારી માતા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અન્ય બે બાળકીઓના શંકાસ્પદ મોત નિપજ્યાં હતા. ત્યારે તેનોના મોત પાછળ પણ હત્યારી માતા જવાબદાર છે કે કેમ એ અંગે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.