પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત, પીએમ બન્યા બાદ સતત 5મી વખત લઈ રહ્યા છે આ પ્રદેશની મુલાકાત
આજે દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાનીમાં દમણમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં પીએમ ની મુલાકાત ને યાદગાર બનાવવા વિવિધ કાર્યક્રમોના આયોજન માટે બેઠક મળી હતી.
Trending Photos
નિલેશ જોશી/દમણ: આગામી 17 મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન આ પ્રદેશમાં વિકાસના અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવા જઈ રહ્યા છે. આથી પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે.
આજે દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાનીમાં દમણમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં પીએમ ની મુલાકાત ને યાદગાર બનાવવા વિવિધ કાર્યક્રમોના આયોજન માટે બેઠક મળી હતી. જેમાં આ પ્રદેશના રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં લોકો સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્ર સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી સતત પાંચમી વખત પ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે. આથી આ વખતે લોકોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને યાદગાર બનાવવા અત્યારથી જ પ્રદેશમાં અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આજે પ્રશાસક પ્રફુલ પટેલે ઉપસ્થિત લોકો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓને પીએમ ની મુલાકાત યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમો અને તેમના ભવ્ય રોડ શોના આયોજન માટે સૂચનો માંગ્યા હતા. આમ સતત પાંચમી વખત સંઘ પ્રદેશની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે