હવે તમે કદાચ ક્યારેય બાલાજીની વેફર નહીં ખાઓ! જામનગરની ઘટના બાદ આ રીતે કર્યો લુલો બચાવ
હવે બહારનું ખાતા પહેલા સો વખત વિચાર કરજો. કારણ કે ભારતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર નામનો જ છે. જે ISI માર્કો લખેલો હોય છે તે માત્ર લખવા ખાતર જ લખેલો હોય છે. બહાર મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની કોઈ જ ગેરંટી નથી. જુઓ અખાદ્ય બનેલા ખાદ્ય પદાર્થો પર અમારો આ ખાસ અહેવાલ.
ઝી બ્યુરો/જામનગર: તમે ખાવા-પીવાના શોખીન હશો, બહારથી મંગાવી અનેક વસ્તુ ખાતા હશો. ફુડ પેકેટ કે પછી બહારનો નાસ્તો કરતા જ હશો. પરંતુ હવે બહારનું ખાતા પહેલા સો વખત વિચાર કરજો. કારણ કે ભારતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર નામનો જ છે. જે ISI માર્કો લખેલો હોય છે તે માત્ર લખવા ખાતર જ લખેલો હોય છે. બહાર મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની કોઈ જ ગેરંટી નથી. જુઓ અખાદ્ય બનેલા ખાદ્ય પદાર્થો પર અમારો આ ખાસ અહેવાલ.
તો ક્યારે થશે ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત? શું આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પડશે કે નહીં
શું તમે બહારથી મંગાવેલો આવો ખોરાક ખાઓ છો? ભોળા ગ્રાહકો સાથે ગુણવત્તાની ગેરંટીના નામે કેવો અત્યાચાર કરાય છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. ફુગવાળી જગદીશ ફરસાણની ભાખરવડી, બેંગાલુરુમાં એમેઝોનમાંથી મંગાવેલા બોક્સમાંથી નીકળેલા જીવતા સાપ, ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળેલી બ્લેડ, મુંબઈમાં આઈસ્ક્રીમમાંથી કપાયેલી આંગળી નીકળ્યા બાદ હવે જામનગરમાં બાલાજીની વેફરમાંથી નીકળેલા દેડકાનો કિસ્સો સામે આવ્યો છે.
નોંધી લેજો! ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ, જાણો શુ છે ચિંતાજનક આગાહી
આપણે સૌ બાલાજી વેફર્સને પસંદ કરીએ છીએ. સમગ્ર દેશમાં બાલાજી વેફરનું સૌથી વધુ વેચાણ થાય છે. પરંતુ હવે તમે કદાચ ક્યારેય બાલાજીની વેફર નહીં ખાઓ.કારણ કે આ કંપનીમાં ફુડ ચેકિંગ નામની કોઈ જ વસ્તુ થતી નથી. પૈસા કમાવવા માટે આ કંપનીના સંચાલકો કંઈ પણ કરી શકે છે. જામનગરમાં જાસ્મીન પટેલે નામના વ્યક્તિએ એક દુકાન પરથી બાલાજીની વેફર ખરીદી. પરંતુ વેફર ખરીદ્યા બાદ તેને ખોલી તો તેમના હોશ ઉડી ગયા કારણ કે વેફરના પેકેટમાં મરેલો દેડકો નીકળ્યો. જાસ્મીન પટેલ વેફરનું ખુલ્લુ પેકેટ લઈને દુકાનદાર પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે બાલાજી વેફરના કસ્ટમર કેરમાં પણ ફરીયાદ કરી. જો કે યોગ્ય જવાબ ન મળતાં તેમણે મહાનગરપાલિકામાં જાણ કરી હતી. જેના કારણે મનપાની ફુડ શાખા દોડતી થઈ ગઈ હતી.
રાજકોટ બાદ વધુ એક ભયાનક આગ; કાબૂ મેળવ્યો ન હોત તો અગ્નિકાંડ પાર્ટ-2 અહીં જોવા મળતો!
- બાલાજી વેફર્સની આવી બેદરકારી?
- સમગ્ર દેશમાં બાલાજી વેફરનું સૌથી વધુ વેચાણ થાય છે!
- હવે તમે કદાચ ક્યારેય બાલાજીની વેફર નહીં ખાઓ!
- બાલાજી કંપનીમાં ફુડ ચેકિંગ નામની કોઈ જ વસ્તુ થતી નથી!
- પૈસા કમાવવા માટે આ કંપનીના સંચાલકો કંઈ પણ કરી શકે છે!
બાલાજી વેફર્સની માફક વડોદરાની એક જાણીતી બ્રાન્ડ જગદીશ ફરસાણની પણ વસ્તુઓ ખરીદતા અને આરોગતા પહેલા વિચાર કરજો. જગદીશની પ્રખ્યાત ભાખરવડીમાંથી ફૂગ મળી આવી. જગદીશની દુકાનમાંથી ખરીદેલું પેકેટ જ્યારે ગ્રાહકે ઘરે જઈને ખોલ્યું તો તેમાં ફુગ મળી આવી. ગ્રાહકો બસ સ્ટેશન પાસે આવેલા જગદીશના સ્ટોરમાંથી આ ભાખરવડી ખરીદી હતી. ખાદ્ય ખોરાકમાં સામે આવેલી આ ઘટનાઓથી ફૂડ વિભાગના ચેકિંગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ચંદ્રયાન-4, શુક્રયાન-1, મંગલયાન-2... મોદી 3.0માં અંતરિક્ષમાં ભુક્કા બોલાવશે ભારત!
- જગદીશ ફરસાણની આવી બેદરકારી?
- જગદીશ ફરસાણની વસ્તુઓ ખરીદતા, આરોગતા પહેલા વિચાર કરજો
- જગદીશની પ્રખ્યાત ભાખરવડીમાંથી ફૂગ મળી આવી
તમે ચોકલેટ સિરપના શોખીન તો હશો. ખાસ નાના બાળકોને આ સિરપ ખુબ જ પસંદ આવતી હોય છે. પરંતુ હવે સિરપને આરોગતા પહેલા સાવચેત રહેજો. હર્શીસની આ ચોકલેટ સિરપની બોટલમાંથી મરેલો ઉંદર મળી આવ્યો. હવે વિચારો કે આપણે શું ખાઈ રહ્યા છીએ?
ઓલિમ્પિકમાં ખેલાડીઓને જીવનું જોખમ! સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટને લઈને ખરાબ સમાચાર
તો સાબરકાંઠાના ઈડરમાં જય ભવાની સ્વીટ માર્ટ નામની મીઠાઈની દુકાન ખુબ જ ફેમસ છે. પરંતુ હવે તમે આ દુકાનમાં જતા પહેલા વિચાર કરજો. એક ગ્રાહકને ખુબ જ કડવો અનુભવ આ દુકાનથી થયો. ગ્રાહકે ખરીદેલી કાજુ કતરીમાંથી બ્લેડ મળી આવી. વડાલીના યુવાને ખરીદેલી કાજુ કતરીમાંથી બ્લેડ નીકળતાં ફૂડના અધિકારીઓના ચેકિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે.
- આઈસ્ક્રીમમાંથી મળી આંગળી
- પુણેના પ્લાન્ટમાં એક કર્મચારીની આંગળી કપાયેલી હોવાનું સામે આવ્યું
- પોલીસે કર્મચારીના DNA સેમ્પલ લઈ આંગળી સાથે મેચનો પ્રયાસ કર્યો
- રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે
જો તમે તડકામાં કાર પાર્ક કરતા હોવ તો સાવધાન! આ 5 વસ્તુઓ થઈ શકે છે ખરાબ
તો થોડા સમય પહેલા મુંબઈમાં આઈસ્ક્રીનના કપમાંથી કપાયેલી આંગળી મળી આવી હતી. આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો એવું સામે આવ્યું કે પુણેમાં આવેલા કંપનીના પ્લાન્ટમાં એક કર્મચારીની આંગળી કપાયેલી હોવાનું સામે આવ્યું. પોલીસે આ કર્મચારીના DNA સેમ્પલ લઈને તે આંગળી સાથે મેચ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
શું કરે છે સરકાર?
ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા માટે એક વિભાગ હોય છે
કેન્દ્રમાં ચિરાગ પાસવાન પાસે ફૂડ પ્રોસેસિંગનું મંત્રાલય છે
ગુજરાત સરકારમાં કુંવરજી બાવળિયા પાસે છે આ મંત્રાલય
આ વિભાગ કોઈ કામગીરી કરે છે કે પછી માત્ર નામનો જ છે?
નાગરિકને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી આ વિભાગની
આ વિભાગના અધિકારીઓ માત્ર હપ્તા રાજ જ ચલાવે છે
તગડા હપ્તા મળતા હોવાથી કોઈ જ ચેકિંગ કે કાર્યવાહી થતી નથી
એક પછી એક ખાદ્ય ખોરાકની હચમચાવનારી ઘટનાઓ સામે આવી રહી છે
- બહારનું ફૂડ ખાતા પહેલા રહેજો સાવધાન
- બાલાજી વેફરના પેકેટમાંથી નીકળ્યો દેડકો
- બાલાજી વેફરે કર્યો પોતાનો લુલો બચાવ
- જગદીશની ભાખરવડીમાંથી નીકળી ફુગ
- શુદ્ધતાની ગેરંટી કેમ નથી આપી શકતી સરકાર?
- સરકારનો ફૂડ વિભાગ માત્ર નામનો જ છે?
ગુજરાત હોય કે ભારત સરકાર. સરકારમાં ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા માટે એક વિભાગ હોય છે. કેન્દ્રમાં ચિરાગ પાસવાન પાસે ફૂડ પ્રોસેસિંગનું મંત્રાલય છે, જ્યારે ગુજરાતમાં કુંવરજી બાવળિયા પાસે આ મંત્રાલય છે. ખબર નહીં સરકારનો આ વિભાગ કોઈ કામગીરી કરે છે કે પછી માત્ર નામનો જ વિભાગ છે?
બાઇકની એવરેજ થઈ જશે 80 Kmpl! આજે જ મિકેનિક પાસે કરાવી લો આ સામાન્ય સેટિંગ્સ
દેશના દરેક નાગરિકને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી આ વિભાગની હોય છે. પરંતુ આ વિભાગના અધિકારીઓ માત્ર હપ્તા રાજ જ ચલાવે છે. તગડા હપ્તા મળતા હોવાથી તેઓ કોઈ જ ચેકિંગ કે કાર્યવાહી કરતાં નથી તેના જ કારણે એક પછી એક ખાદ્ય ખોરાકની આવી હચમચાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. સરકારે હવે કંઈ કરવું જ પડશે નહીં તો દેશવાસીઓ ક્યારેય માફ નહીં કરે.