તો ક્યારે થશે ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત? શું આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પડશે કે નહીં?

Gujarat Monsoon 2024: ચોમાસાનો પ્રારંભ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં જોઈ શકાય છે. તમામ જિલ્લામાં મેઘરાજાની જમાવટના આ દ્રશ્યો જુઓ. ડાંગથી લઈ ભરૂચ સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા..

તો ક્યારે થશે ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત? શું આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પડશે કે નહીં?

Gujarat Weather Update: ચોમાસું આવી ગયું છે પરંતુ હજુ ગુજરાતના અનેક જિલ્લા તરસ્યા છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ ક્યારે આવે તે હજુ કહી શકાય તેમ નથી. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મનમુકીને વરસવાનું શરૂ કરી દીધું છે. ખાસ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં સારા વરસાદથી અન્નદાતા આનંદમાં આવી ગયો છે...જુઓ રાજ્યમાં વરસેલા વરસાદનો આ ખાસ અહેવાલ.

ચોમાસાનો પ્રારંભ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં જોઈ શકાય છે. તમામ જિલ્લામાં મેઘરાજાની જમાવટના આ દ્રશ્યો જુઓ. ડાંગથી લઈ ભરૂચ સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. આ વખતે સારા વરસાદથી સારી ઉપજ થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે. 

20 જૂને ક્યાં આગાહી?

  • અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા
  • છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત
  • ડાંગ, નવસારી, વલસાડ, તાપી
  • જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

21 જૂને ક્યાં આગાહી?

  • પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર
  • નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ
  • નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ
  • અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના બારડોલીના સ્ટેશન રોડ, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ અને ધામરોડ વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ગણદેવીના આસપાસના ગામડાઓમાં વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ચારે બાજુ હરિયાળી જ હરિયાળીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સુરત, વલસાડની સાથે નવસારી અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ભરૂચના અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના ભડકોદ્રા, કાપોદ્રા પીરામણ, ગડખોલ, અંદાડા કોસમડી સહિતના ગામોમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાપી અને પારડીમાં પણ મેઘમેહર થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. જ્યારે ખેડૂતોમાં આનંદ પ્રસરી ગઈ હતી.

સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લામાં મેઘરાજાએ બેટિંગ કરતાં લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વાત વરસાદની આગાહીની કરીએ તો 20 જૂને, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. તો 21 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 

અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીંવત જોવા મળ્યો છે. પરંતુ 20 જૂને અરવલ્લી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. વાત 22 જૂનની કરીએ તો, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે...જ્યારે 23 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ આગાહી છે. 

22 જૂને ક્યાં આગાહી?

  • સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ
  • મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત
  • ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ
  • અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

23 જૂને ક્યાં આગાહી?

  • બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ
  • મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી
  • વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

23 જૂન પછી પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સારા વરસાદની સૌ કોઈ લોકો આશા રાખી રહ્યા છે. ખાસ ખેડૂતો સારી ઉપજ માટે વરસાદની આશા સેવી રહ્યા છે. જોવું રહ્યું કે વરૂણ દેવ ગુજરાત પર કેટલા મહેરબાન થાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news