મૌલિક ધામેચા/અમદાવાદ: સબંધોને શર્મશાર કરતો વધુ કિસ્સો સામે આવ્યો છે. હજી તો દીકરાના લગ્નને ચાર મહિના જ થયા હતા કે પિતાએ પોતાના લક્ષણ દેખાડ્યા. દીકરાની ગેરહાજરીમાં પિતાએ પુત્રવધૂને પોતાના હવસનો શિકાર બનાવી હતી. પુત્રવધૂની ફરિયાદ પરથી પોલીસે સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટને ગઈકાલનો દિવસ યાદ રહેશે! આ ગામડામાં એક કલાકમાં તોફાની 4 ઈંચ વરસાદ ખાબક્યો


અમદાવાદના પૂર્વ વિસ્તાર રામોલમાં સસરા એ જ પુત્રવધુ પર બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં પતિ, પત્ની અને સસરા એક મકાનમાં સાથે રહે છે. બે દિવસ પહેલા પુત્ર જ્યારે પોતાની નોકરી પર ગયો હતો ત્યારે સવારે સસરાએ પુત્રવધુ ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. પુત્રવધુ જ્યારે કપડાં ધોઈને બાથરૂમની બહાર નીકળી ત્યારે સસરાએ પુત્રવધૂને પકડી જમીન પર પટકી હતી અને બાદમાં તેના હાથ પગ અને મોં બાંધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.


હુમલાનો લાઈવ વીડિયો વાયરલ! પુત્રવધુની ઠઠ્ઠા-મશ્કરી કરનારને સમજાવવા જતાં સસરાની હત્યા


સમગ્ર ઘટના બાદ પુત્રવધુ પોતાના પિયર પહોંચી હતી અને પરિવારને સમગ્ર હકીકત વર્ણવી હતી. જે બાદ પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારી સસરાની ધરપકડ કરી હતી.


અમદાવાદની ખાણીપીણી! ખાવાના શોખીન છો તો આ ટેસ્ટ કરી લેજો, આંગળીઓ ચાટતા રહી જશો


પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું કે પુત્રના લગ્નને હજી ફક્ત ચાર મહિના જ થયા હતા. ચાર મહિનામાં જ પિતાએ પુત્રવધૂને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પુત્રની ગેરહાજરીમાં પિતાએ પુત્રવધુ ને બાંધીને બળાત્કાર કર્યો હતો. સસરાએ પુત્રવધૂના હાથ પગ અને મોઢું બાંધી દીધું હતું અને બાદમાં બળાત્કાર ગુજાર્યો હતો.