ચેતન પટેલ/સુરત: ગુજરાતી ફિલ્મ લોચો, રાડો, નાડીદોષના પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જે પ્રકરણમાં ઇકોસેલ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા. આ ઉપરાંત મુખ્ય આરોપી મુન્ના શુક્લા હજી પણ પોલીસ ધરપકડથી ભાગી રહ્યો છે. મુન્ના શુક્લા ગુજરાતી મરાઠી અને પંજાબી ફિલ્મના પ્રોડ્યુસ કરી રાતો રાત જાણીતા બની ગયા હતા. મુન્ના અને તે અન્ય છ લોકોએ રોકાણકારોને મહિને ચાર ટકા વળતરની લાલચ આપી વિવિધ સ્કીમોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભ્રષ્ટાચાર સામે હર્ષ સંઘવીનો સપાટો! એક જ દિવસમાં ત્રણ અધિકારીઓને કર્યા ઘરભેગા!


શુકલ ગ્રુપના નામે પોન્ઝી સ્કીમ ચલાવી કરોડોનું કૌભાંડ કરનાર રાડો, નાડી દોષ સહિત ગુજરાતી મરાઠી અને પંજાબી ફિલ્મના પ્રોડ્યુસ કરનાર પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં 65 લાખની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 64 વર્ષીય રેખાબેન બુંદેલા સહિત 25 લોકોએ હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવામાં આવ્યા હતા. 


ગુજરાતનું એક અનોખુ મંદિર! આજે અહીં મિનરલ વોટર ચઢાવવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ!


મહિલા સહિત અન્ય લોકોને શુક્લ ગ્રુપ ઓફ કંપનીના નામે શુકલ વેલ્થ એડવાઈઝરી શુકલવેલ્થ ક્રિએટર એલએલપી  હેઠળ મની ફાઉન્ડર અને ડેલીગેટની સ્કીમ ચલાવી રોકાણ કરવા માટે આકર્ષવામાં આવ્યા હતા.આરોપી પ્રદીપ સુરતમાં વીઆઈપી રોડ ઉપર અંબોજિયા બિઝનેસ હબમાં શુકલ ગ્રુપ ઓફ કંપનીના નામે ઓફિસ ધરાવતો હતો. 


મહાકાળીના ભક્તો માટે મોટા સમાચાર! હવે પાવાગઢમાં સેકન્ડોમાં માતાજીના દ્વારે પહોંચાશે


પ્રદીપ અને તેની ટોળકી ના ધનંજય ભીખુ બારડ, દેવેશ સુરેન્દ્ર તિવારી, સંદીપ મનુ પટેલ, વિમલ ઈશ્વર પંચાલ, મયુર ઘનશ્યામ નાવડીયા અને હેપ્પી બેન કિશોર કાનાણી સાથે અલગ અલગ કંપનીમાં ડિરેક્ટર હોવાનું તથા મહિને ચાર ટકાનું વળતર આપવાનું જણાવતા જાન્યુઆરી 2019 થી કંપનીમાં આ મહિલા ફરિયાદી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. 


ગુજરાત સરકારના નિયમોની ઐસીતૈસી! આ સ્કૂલે તો ભારે કરી! બંડી જેવા સ્વેટરમાં...'


વૃદ્ધ મહિલા ફરિયાદી 3.30 લાખનું રોકાણ કર્યું હતું. એટલું જ નહીં મહિલાએ પોતાના સંબંધીઓને મિત્રને પણ તેમાં રોકાણ કરાવ્યું હતું. વધુ મળીને કુલે 25 લોકો એ 65 લાખનું રોકાણ લઈ કંપની બંધ કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. 


અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2022 માં ટોળકી વિરુદ્ધ મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં ગુનો નોંધાતા જ પ્રદીપ ઉર્ફે મુન્ના અને ટોડકી ફરાર થઈ ગઈ હતી. સુરત પોલીસે મુન્નાને શોધવા માટે ટીમ પણ રવાના કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદીપ અને મુન્ના શુક્લા ગુજરાતી ફિલ્મમાં પ્રડ્યુસર તરીકે જાણીતું નામ છે. શુક્લ બીઝના બેનર હેઠળ આરોપીએ નાડી દોષ લોચા લાપસી આ તથા મરાઠીમાં કલરફુલ અને પંજાબીમાં મિત્રાનું શોક હથિયારદા સહિતની ફિલ્મો બનાવી છે.