સંદીપ વસાવા/બારડોલી: બારડોલી અને નાગપુર પોલીસના સંયુક્ત ઓપરેશનથી લેપટોપ અને મોનીટર ચોરીનો થયો પર્દાફાશ થયો છે. નાગપુર ખાતેથી કન્ટેનરમાંથી 685 નંગ લેપટોપ અને મોનીટરની ચોરી થઈ હતી. કન્ટેનરના ચાલક અને ક્લીનરના મેળા પીપળામાં ચોરી થઈ હતી. પોલીસે 9 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી ધર્મ પરિવર્તનનુ ભૂત ધૂણ્યું! બોટાદમા 30 લોકોએ બૌદ્ધ ધર્મ કર્યો અંગીકાર


બારડોલી અને મહારાષ્ટ્રની નાગપુર પોલીસે એક મોટી ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 685 નંગ લેપટોપ અને મોનીટરની થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. બેંગલોરથી લેપટોપ અને મોનીટર ભરીને દિલ્હી જવા નિકળેલા કન્ટેનરમાંથી લેપટોપ અને મોનીટરની ચોરી થઈ હતી. કન્ટેનરમાં 685 નંગ લેપટોપ અને મોનીટર ભર્યા હતા. 


બનાસકાંઠામાં પ્રેમલગ્નનો VIDEO વાયરલ થતા ગેનીબેન ઠાકોર આકરા પાણીએ! પોસ્ટ કરી જણાવી આ


કન્ટેનરનો ચાલક આસિફ અને ક્લીનર સહિદ આ લેપટોપ અને મોનીટરને દિલ્હી ખાતે લઈ જવા માટે નીકળ્યા હતા પરંતુ આટલા મોટા પ્રમાણમાં લેપટોપ તેમજ મોનીટરના જથ્થાને જોઈ કન્ટેનર ના ચાલક અને ક્લીનરની દાનત બગડી હતી અને તેમણે ચોરી કરવાનું મન બનાવી લીધું હતું. લેપટોપ અને મોનીટરની ચોરી કરવા માટે મહારાષ્ટ્રના નાગપુર ખાતે ચાલક તેમજ ક્લીનરે લેપટોપ અને મોનીટરને બીજા કન્ટેનર ભરી દીધા હતા અને માલ વેચવા માટે મુસ્તફા અને હાઝિકનો સંપર્ક કરી બારડોલી આવ્યા હતા.


બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાયી, સામે આવ્યો ખતરનાક Video


આરોપીઓએ બારડોલીના કોબા પાર્ક નજીક ૨ દિવસથી કન્ટેનર પાર્ક કર્યું હતું. લેપટોપ તેમજ મોનીટરની ચોરી કરનારે બારડોલીના ઈરફાન પટેલ નામના ઈસમને 253 લેપટોપ આપ્યા હતા. ચોરીનો માલ લેનાર ઈરફાન પટેલ એક લેપટોપનું સેમ્પલ લઈ મુંબઈ ગયો હોવાથી હાલ પોલીસ પકડથી દૂર છે. 


ગુજરાતમાં અહીં છે એવું પોલીસ સ્ટેશન કે જ્યાં લોકો કલાકો સુધી બેસવા પણ થઈ જાય છે રાજી


સમગ્ર ઘટનાની જાણ મહારાષ્ટ્રની નાગપુર પોલીસને થઈ હતી જેથી નાગપુર પોલીસે બારડોલી પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ચોરીનો ભેદ ઉકેલવા માટે બારડોલી અને નાગપુર પોલીસે બારડોલી ખાતે તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન બારડોલીના ઈરફાન પટેલનું નામ બહાર આવ્યું હતું. ઈરફાન પટેલના ઘરની તપાસ કરાતાં ઇરફાનના ઘરેથી 253 લેપટોપ મળી આવ્યા હતા. બારડોલી અને નાગપુર પોલીસના સંયુક્ત ઓપરેશનથી એક મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે. 


મામાના ઘરે સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ; મોસાળમાં ભગવાનનું સામૈયું કરાયું, જાણો


હાલ પોલીસે ચોરીની ઘટનામાં 9 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તો પોલીસે 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે ચોરીનો માલ લેનાર બારડોલીનો ઈરફાન પટેલ હાલ ફરાર છે, ત્યારે પોલીસે ઈરફાન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.


હવે કુસ્તીબાજો યોજશે મહાપંચાયત, બજરંગ પુનિયાએ કહ્યું- ખેડૂત-ખાપ બધા સાથે લડીને જીતશે