મામાના ઘરે સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ; મોસાળમાં ભગવાનનું સામૈયું કરાયું, જાણો ક્યારે પરત ફરશે?

Rathyatra Jalyatra: આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સરસપુર મામાને ત્યાં પહોંચ્યા છે. ત્યારે સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 

મામાના ઘરે સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ; મોસાળમાં ભગવાનનું સામૈયું કરાયું, જાણો ક્યારે પરત ફરશે?

Rathyatra Jalyatra: જગતનાં નાથ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાએ માત્ર કોઈ એક દિવસનો પર્વ નથી પણ રથયાત્રાએ વિવિધ પૂજનવિધિનો સમૂહ અને ભગવાનનો એક વિશાળ મહોત્વ છે. રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. એટલે જ દર વર્ષે ભગવાન જગન્નાથના જળાભેષિકથી રથયાત્રાના પવિત્ર મહોત્સવનો શુભારંભ કરવામાં આવે છે. દર વર્ષે જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ થાય છે.

આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સરસપુર મામાને ત્યાં પહોંચ્યા છે. ત્યારે સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.  ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સૌ પ્રથમ ગજરાજો હતા. જે બાદ ડીજેનાં તાલે લોકો ઝુમ્યા હતા. ત્યારે મામાનાં ઘરે પહોંચ્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે.

No description available.

શું હોય છે નેત્રોત્સવવિધિ ?
નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તે અગાઉ 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં રહેવા જાય છે. મામાના ઘરે આગતા સ્વાગતા એટલી દમદાર હોય છે કે શું ખાવુ ને શું નખાવુ? મોસાળમાં ભાણેજને અનેક મિષ્ઠાન્ન અને જાંબુ ખવડાવવામાં આવે છે. આથી તેમને આંખો આવી જાય છે. જેથી ભગવાન જ્યારે નિજ મંદિર ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. આ વિધિ બાદ તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આથી ભગવાનને આંખોને ઠંડક મળે તેવા દ્રવ્યોથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે.

જગન્નાથ કેમ ધારણ કરે છે ગજવેશ?
જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. ભગવાનનાં ગજવેશ સાથે જોડાયેલી માન્યતાની વાત કરીએ તો, જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં 'ગજવેશ'નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થતા તેને લાગ્યું કે, આ ભગવાનનાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે.

જળયાત્રા નીજમંદિરથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચશે. સાબરમતીમાં સોમનાથ ભુદરના આરે પહોંચશે જળયાત્રા, 108 કળશમાંથી સાબરમતી નદીના નીર ભરવામાં આવશે. અહીં ગંગા પુજન કરાશે. જગન્નાથ સાબરમતીમાં વિહાર કરશે. જળ મંદિરે લઈ જવાશે અને ત્યાર બાદ ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પર તેનાથી જળાઅભિષેક કરવામાં આવશે.  મહાપ્રસાદ રાખવામાં આવે છે. ભંડારો રખાય છે. ભગવાન ભક્તોને ગજવેશમાં દર્શન પણ આપે છે. 

ગજવેશ ધારણ કર્યા બાદ ત્યારબાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપૂરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.

No description available.

શું છે જળયાત્રાનું મહત્ત્વ?
શાસ્ત્રોમાં લખેલું છેકે, નર્મદાના જળથી દરેક તિર્થોનું મંત્રો દ્વારા આવાહન કરવામાં આવે છે. દરેક તિર્થોનું આવાહન કરવામાં આવે છે. એ જળથી ભગવાનના પરિવારો અભિષેક કરાય છે. સ્નાન કર્યા પછી ભગવાન મોસાળમાં પધારે છે. આ કળશથી મહંત ભગવાનનો જળાભિષેક કરે છે.

અમૃત કળશનું પૂજનઃ
દેવતાઓ અને દાનવો વચ્ચે થયેલાં સમુદ્ર મંથનમાંથી નીકળેલાં અમૃત કળશનું પૂજન કરવામાં આવશે. દરેક તીર્થોનું એમાં આવાહન થયું હતું. તેનાથી પણ ભગવાનનો જળાભિષેક થશે. પછી રથયાત્રાના ક્રમની શરૂઆત થાય છે.

ગજવેશની વિધિ કેમ કરાય છે?
ભગવાન આજના દિવસે ગણપતિ સ્વરૂપે આજે ભક્તોને દર્શન આપે છે. ભગવાન જગન્નાથજી ભક્તોના મનોવલિશ કામના જે ભક્તોની કામનાને નારાયણે આ રીતે પુરી કરી હતી. ત્યારથી એ ક્રમ ચાલતો આવે છે.

ભગવાનનો કરાયો જળાભિષેક
ભગવાનની જળયાત્રા પરત મંદિરે પહોંચી હતી. ત્યારપછી ભગવાનની જળાભિષેકની પૂજાવિધિ શરૂ કરવામાં આવી છે. 

ભગવાન જગન્નાથજીની કરાઈ મહાઆરતી
ભગવાન જગન્નાથજીએ ગજવેશ ધારણ કર્યો હતો. જે બાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. આ દરમિયાન ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

અમાસ સુધી ભગવાન રોકાશે મામાના ઘરે
આજે બપોરે બાદ ભગવાન મોસાળમાં જવા રવાના થયા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સરસપુર ખાતે આવેલા મોસાળ પહોંચ્યા હતા. ભગવાન મોસાળમાં અમાસ સુધી રોકાશે. 

અષાઢી બીજે ખોલવામાં આવશે પાટા
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથને સવારે 4 વાગ્યે આંખેથી પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે જે બાદ મંગળાઆરતી થશે. મહત્વનું છે કે, રથયાત્રામાં ધોળી દાળ અને કાલી રોટીનું ખાસ મહત્વ હોય છે. ધોળી દાળ અને કાલી રોટીનો ભંડારો કરવામાં આવશે જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો લાભ લેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news