પાડોશીઓને હતું કે ઘરમાં વેચે છે દવા, PCB એ દરોડો પાડ્યો તો લોકો ચોંકી ઉઠ્યા કારણ કે...
ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીનાં આધારે અમદાવાદ જિલ્લાનાં સાણંદ તેમજ બાવળા તાલુકામાં રેડ કરી હતી. SMC ટીમને માહિતી મળી હતી કે બાવળા તાલુકાનાં ચિયાળા ગામમાં રહેતો કિરણસિંહ ચૌહાણ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પરવાનગી વિના નશાકારણ સિરપનો વેચાણ કરે છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે આ શખ્સનાં ગોડાઉનમાં રેડ કરતા પરવાનગી વિનાની 1.28 લાખની કિંમતની 1169 સીરપની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત તપાસ દરમ્યાન અન્ય એક મિહીર પટેલ નામનો શખ્સ પણ પોતાના ઘરમાંથી આવી નશાયુક્ત દવાઓનો વેચાણ કરતો હોવાનું તેમજ તેનાં ઘરમાં મોટો જથ્થો હોવાની માહિતી મળતા ત્યાં પણ રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને જ સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડા પાડ્યા હતા.
મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીનાં આધારે અમદાવાદ જિલ્લાનાં સાણંદ તેમજ બાવળા તાલુકામાં રેડ કરી હતી. SMC ટીમને માહિતી મળી હતી કે બાવળા તાલુકાનાં ચિયાળા ગામમાં રહેતો કિરણસિંહ ચૌહાણ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પરવાનગી વિના નશાકારણ સિરપનો વેચાણ કરે છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે આ શખ્સનાં ગોડાઉનમાં રેડ કરતા પરવાનગી વિનાની 1.28 લાખની કિંમતની 1169 સીરપની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત તપાસ દરમ્યાન અન્ય એક મિહીર પટેલ નામનો શખ્સ પણ પોતાના ઘરમાંથી આવી નશાયુક્ત દવાઓનો વેચાણ કરતો હોવાનું તેમજ તેનાં ઘરમાં મોટો જથ્થો હોવાની માહિતી મળતા ત્યાં પણ રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને જ સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડા પાડ્યા હતા.
કોરોનાએ સાધુઓને પણ ન છોડ્યાં: સ્વામીનારાયણ મંદિરનાં સાધુઓ સહિત 28 કોરોના પોઝિટિવ
મિહીર પટેલનાં ઘરમાં તપાસ કરતા ત્યાથી 4.44 લાખની કિમંતની 3773 શિપરની બોટલોનો જથ્થો કબ્જે કરાયો હતો. પકડાયેલા આરોપી મિહીર પટેલની પુછપરછમાં સામે આવ્યુ કે અગાઉ તેનો ભાઇ મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને આ સીરપ વેચતો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ તેના પર કેસ મેડિકલ લાઇસન્સ રદ્દ કરાયુ હતુ. જેથી મિહીર પટેલે ઘરમાંથી જ ગેરકાયદેસર સીરપ વેચવાનો કાળો કારોબાર શરૂ કર્યો. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યુ કે અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અગાઉ આજ પ્રકારનાં ગુનામાં પકડાયેલ ભરત ચૌધરી નામનાં શખ્સ પાસેથી આ જથ્થો મેળવ્યો હતો. આ સમગ્ર મામલે પકડાયેલા બન્ને શખ્સોની વધુ પુછપરછ હાથ ધરાઇ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube