કોરોનાએ સાધુઓને પણ ન છોડ્યાં: સ્વામીનારાયણ મંદિરનાં સાધુઓ સહિત 28 કોરોના પોઝિટિવ

શહેરમાં અલગ અલગ સ્થળો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ સ્વામીનારાયણ મંદિર (BAPS) ના સાધુ-સંતો અને કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં કુલ 150 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 28 લોકો પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ છે. સાધુ સંતો પોઝિટિવ આવતા તેમને ક્વોરન્ટીન કરવા અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે સંતોને અનેક લોકો મળી ચુક્યા છે.

કોરોનાએ સાધુઓને પણ ન છોડ્યાં: સ્વામીનારાયણ મંદિરનાં સાધુઓ સહિત 28 કોરોના પોઝિટિવ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં અલગ અલગ સ્થળો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ સ્વામીનારાયણ મંદિર (BAPS) ના સાધુ-સંતો અને કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં કુલ 150 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 28 લોકો પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ છે. સાધુ સંતો પોઝિટિવ આવતા તેમને ક્વોરન્ટીન કરવા અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે સંતોને અનેક લોકો મળી ચુક્યા છે.

આ ઉપરાંત શહેરનાં ગુરૂકુળ વિસ્તારમાં આવેલા નવનીત હાઉસમાં પણ હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 289 કર્મચારીઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 9 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ પણ સારવાર માટે કોવિડ સેન્ટર અથવા તો ઘરે ક્વોરન્ટીન કરવા માટેના ઓપ્શન આપવામાં આવ્યા છે. કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા શહેરની ચાલતી બાંધકામ સાઇટ પર મજૂરોનાં કોરોના ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં -18, દક્ષિણ પશ્ચિમ ઝોન - 11, પૂર્વ ઝોન - 8, ઉત્તર ઝોન 36, દક્ષિણ ઝોન - 18, મધ્ય ઝોન -2 મળીને કુલ 93 સાઇટ પર નોટિસ ચિપકાવવામાં આવ્યા છે. 810 મજૂરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે. તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે. 

બીજી તરફ સ્વામીનારાયણ મંદિર દ્વારા તમામ પુજારી અને સાધુ-સંતોને મંદિરમાં જ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા 7 દિવસમાં દર્શન માટે આવેલા અને ખાસ કરીને આ સાધુ સંતોના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન થવા માટેની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઇને પણ કોરોનાના લક્ષણ જણાય તો તુરંત જ ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news