મૌલિક ધામેચા/અમદાવાદ : સાયબર ક્રાઇમે એક ભેજાબાજ આરોપીની ધરપકડ કરી છે. જે ક્રિકેટ સહિતની મેચ એડવાન્સ બતાવતો અને જેનો સીધો ફાયદો સટોડિયાઓને થતો હતો. પશ્ચિમ બંગાળથી આરોપીની સાઇબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી છે. ત્યારે આરોપી જુદી જુદી ટીવી ચેનલ અને મુવીની એપ્લિકેશનના સોર્સ ક્રેક કરતો હોવાનું પણ સામે આવ્યું છે. પોતાની એપ્લિકેશન પર પાકિસ્તાની ચેનલ અને ક્રેક કરેલ એપ્લિકેશનથી મેચ બતાવતો હતો. જેથી એપ્લિકેશન અને ટીવી ચેનલના માલિકોને લાખો રૂપિયાનું નુકશાન થતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદર બની રહ્યું ઓસ્ટ્રિયા? ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા ભોળી આદિવાસી તરૂણીઓ પાસે કરાવે છે....


સાયબર ક્રાઇમને એક ખાનગી ટીવી ચેનલ તરફથી ફરિયાદ મળી હતી કે, ટીવી પર પ્રસારણ થતી મેચ કોઈ એપ્લિકેશન થકી એડવાન્સમાં બતાવી તેઓને લાખો કરોડોનું નુકશાન કરી રહયા છે. કોઈ શખ્સ સિગ્નલ ચોરી અમુક એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનું પ્રસારણ લાઈવ બતાવી રહ્યો હતો. જે અંગે સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ કરતા વેસ્ટ બંગાળના ગંગાપુરના આરોપી નિતાઇ સરકાર ની ધરપકડ કરી હતી. 


મોડે મોડે પણ AMC તંત્ર જાગ્યું ખરૂ, ઓમીક્રોન મુદ્દે આરોગ્ય વિભાગ ફરી એલર્ટ મોડમાં


પકડાયેલ શખ્સ એપ્લિકેશન બનાવી સિગ્નલ હેક કરી મેચ પ્રસારણ કરતો હતો. સ્પોર્ટ્સને લગતા પ્રસારણ તે થોડી મિનિટો પહેલા કરી દેતો હતો. આ સુવિધા મેળવવાના બદલામાં 5 હજાર લેતો હતો. જોકે ચેનલ પર પ્રસારિત કરવામાં આવતી મેચ પહેલા એપ્લિકેશનમાં પ્રકાશિત થતા કરોડોનું નુકસાન ખાનગી ચેનલ માલિકોને પોહચ્યું હોવાનો અંદાજ છે. એટલું જ નહીં પરંતુ આરોપી નિતાઇ સરકારે પ્રતિબંધિત પાકિસ્તાની ચેનલોનું પણ પ્રસારણ એપ્લિકેશન થકી બતાવ્યું હોવાનું સામે આવ્યું છે.


GUJARAT ની હવામાં જ રોગચાળો છે સાહેબ, મચ્છરને રોકશો પણ પાણીનું શું કરશો...


આરોપીએ નિતાઇ સરકારે અત્યાર સુધી અલગ અલગ વેબસાઈટ બનાવી હતી. જેના વયુઅર્સની માહિતી સાયબર ક્રાઇમ હાલ પુછપરછ કરી મેળવી રહ્યુ છે. તો પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અગાઉ આરોપીએ T20 અને વર્લ્ડ કપ મેચોનું પણ આજ રીતે પ્રસારણ એડવાન્સ કરતો હતો. ત્યારે આગામી તપાસમાં જેટલા લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેના આધારે એડવાન્સ સ્કોર જોઈ ક્રિકેટ સટ્ટો રમ્યા હશે તેઓની પણ આ ગુનામાં ધરપકડ કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube