મોડે મોડે પણ AMC તંત્ર જાગ્યું ખરૂ, ઓમીક્રોન મુદ્દે આરોગ્ય વિભાગ ફરી એલર્ટ મોડમાં

શહેરમાં હવે કોરોના બાદ ઓમીક્રોનના નવા વેરીયેન્ટને પગલે એએમસીનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. રિસ્કકન્ટ્રીમાંથી આવતા મુસાફરોનો એરપોર્ટ પર ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે શંકાસ્પદ અને કોરોના સંક્રમિત હોય તેવા નાગરિકોને હોમ કવોરંટાઇન દરમ્યાન સંજીવની ટીમ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવે છે. શહેરમાં હાલ કોરોના પોઝીટીવના 150 એક્ટિવ કેસો છે. આ 150 કેસો પૈકી 13 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 
મોડે મોડે પણ AMC તંત્ર જાગ્યું ખરૂ, ઓમીક્રોન મુદ્દે આરોગ્ય વિભાગ ફરી એલર્ટ મોડમાં

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં હવે કોરોના બાદ ઓમીક્રોનના નવા વેરીયેન્ટને પગલે એએમસીનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. રિસ્કકન્ટ્રીમાંથી આવતા મુસાફરોનો એરપોર્ટ પર ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે શંકાસ્પદ અને કોરોના સંક્રમિત હોય તેવા નાગરિકોને હોમ કવોરંટાઇન દરમ્યાન સંજીવની ટીમ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવે છે. શહેરમાં હાલ કોરોના પોઝીટીવના 150 એક્ટિવ કેસો છે. આ 150 કેસો પૈકી 13 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

બીજી તરફ છેલ્લા અઢી મહિનામાં શહેરમાં કોરોનાના 552 પૉઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં 552 થી 500 લોકોએ વિકસીનનો એક કે બંને ડોઝ લીધેલા છે. વેકસીનનો એકપણ ડોઝ નહી લેનાર 25 લોકો સંક્રમિત થયા છે. સાથો સાથ 257 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. વેકસીનેટેડ લોકોને માઈલ્ડ ઇન્ફેક્શન થયું છે. અમદાવાદમાં રેલવે અને બસ સ્ટેશનમાં ચેકીંગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, નવા વેરીએન્ટને પગલે AMC એ એનાલિસિસ ડેટા પણ રજુ કર્યા હતા. 

શહેરમાં 48 લાખ લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ અપી દેવામાં આવ્યો છે. પરંતુ પ્રથમ ડોઝની સામે 32.62 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. 68 ટકા લોકોને બીજો ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થઈ. હજુ પણ 32 ટકા લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. 6 લાખ લોકોને હજુ પણ બીજો ડોઝ લેવાનો બાકી છે. લોકો ઝડપથી બીજો ડોઝ લે તે માટે એએમસી દ્વારા SMS અને ફોન કરીને લોકોને બીજો ડોઝ લેવા જાણ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news