વડોદરા બની રહ્યું ઓસ્ટ્રિયા? ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા ભોળી આદિવાસી તરૂણીઓ પાસે કરાવે છે....

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી મિસનરી ઓફ ચેરીટેબલ ચિલ્દ્રન ફોર ગર્લ્સ સંસ્થામાં ધર્મપરિવર્તન થતું હોવાની ફરિયાદ બાદ આજે સી.ડબલ્યુ.સી કમિટી દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી મિસનરી સંસ્થાની નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રન પ્રોટેક્શનના ચેરમેનએ મુલાકાત લીધા બાદ તેમના ધ્યાને આવ્યું હતું કે આ સંસ્થામાં ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. જે બાદ મિશનરી ઓફ ચેરીટેબલ ચિલ્ડ્રન ફોર ગર્લ્સના વિરુદ્ધમાં સી.ડબલ્યુ.સી કમિટીના સભ્ય અને સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં સંસ્થા સામે ધર્મપરિવર્તનની ફરિયાદ નોંધાવી હતી. 

વડોદરા બની રહ્યું ઓસ્ટ્રિયા? ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા ભોળી આદિવાસી તરૂણીઓ પાસે કરાવે છે....

રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી મિસનરી ઓફ ચેરીટેબલ ચિલ્દ્રન ફોર ગર્લ્સ સંસ્થામાં ધર્મપરિવર્તન થતું હોવાની ફરિયાદ બાદ આજે સી.ડબલ્યુ.સી કમિટી દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી મિસનરી સંસ્થાની નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રન પ્રોટેક્શનના ચેરમેનએ મુલાકાત લીધા બાદ તેમના ધ્યાને આવ્યું હતું કે આ સંસ્થામાં ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. જે બાદ મિશનરી ઓફ ચેરીટેબલ ચિલ્ડ્રન ફોર ગર્લ્સના વિરુદ્ધમાં સી.ડબલ્યુ.સી કમિટીના સભ્ય અને સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં સંસ્થા સામે ધર્મપરિવર્તનની ફરિયાદ નોંધાવી હતી. 

જેમાં સંસ્થામાં બાળકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના આક્ષેપ કરાયા છે. બાઇબલ ભણાવવામાં આવે છે. યુવતીઓ ગળે ક્રોસ પહેરાવવામાં આવે છે અન્ય સમાજમાં લગ્ન કરાવવામાં આવે છે, તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. આજે તપાસનો દોર આગળ વધતા નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રનના ચેરમેન અને સભ્યો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં વકીલ અને ઉચ્ચ પોલીસ અધિકારી સાથે મિટિંગ યોજાઈ હતી. પોલીસ આ મામલે નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે. 

પોલીસે કલમ 295 સી ૨૯૮ અને  ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ એક્ટ મુજબ તપાસનો દોર આગળ વધાર્યો છે. જો કે સી.ડબલ્યુ.સીના ચેરમેન કહે છે કે અમે સંસ્થામાં હિન્દૂ યુવતી નવા ક્રોસ પહેરેલો જોયો હતો. જોકે તે બાદની બીજી મુલાકાતમાં તેણીના ગળે ક્રોસ ન હતો. એક વિદ્યાર્થીની બાઇબલ વાંચતા પણ દેખાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં સલાઉદીનનો મુદ્દો ઠર્યો નથી ત્યાં ક્રિશ્ચિયન મિશનરીનો કેસ સામે આવ્યો છે. ત્યારે ઓસ્ટ્રિયાની ઐતિહાસિક ઘટના યાદ આવે છે. જ્યાં ઇતિહાસનું સૌથી મોટુ ધર્માંતરણ થયું હોવાનું માનવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news