ઉમેશ પટેલ/વલસાડ: પરિવારની જાણ બહાર પ્રેમ પ્રકરણમાં પોતાની મરજીથી કોર્ટમાં પ્રેમ લગ્ન કરનાર આજની યુવા પેઢી માટે લાલબત્તી સમાન કિસ્સો વલસાડના અબ્રામા ખાતે બન્યો છે. વલસાડની યુવતીને પ્રેમલગ્ન કરવા બદલ પોતાના પતિના હાથે મોત મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરઉનાળે ભૂક્કા બોલાવે તેવી અંબાલાલની આગાહી; આંધી, તોફાન, માવઠું ગુજરાતને ઘમરોળશે!


વલસાડ અબ્રામામાં રહેતી યુવતીએ વલસાડ તાલુકાના પાલણ ગામે રહેતા યુવક સાથે છ મહિના અગાઉ કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ પત્ની બંને દીકરીના ઘરે ઘર જમાઈ તરીકે રહેતો હતો. વૈભવ રાઠોડના પરિવારને આ લગ્ન મંજુર ન હતા અને વૈભવને પણ પોતાની પત્નીના આડા સબંધ છે તેવી શંકા રહેતી હતી. જેથી તે પત્ની જીજ્ઞા સાથે વારંવાર ઝગડો પણ કરતો હતો. છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધમાં રહ્યા બાદ કોર્ટમાં પરિવારની જાણ બહાર લગ્ન કર્યા બાદ પત્નીના ઘરે ઘર જમાઈ તરીકે રહેતો વૈભવ પોતાની અર્ધાંગિની પર જ શંકા સેવતો અને વારંવાર લગ્નનું કોર્ટનું સર્ટીં માંગી તેનો પરિવાર તેને એક્સેપ નહિ કરે તેવું કહી ઝગડો કરી છૂટાછેડાની વાત કરતો, ત્યારે ગળાડૂબ પતિના પ્રેમમાં રહેલી પત્નીને ક્યાં ખબર હતી કે તેનો પતિ જ તેણો હત્યારો બનશે.


કુંભાણીની 'કારીગરી'થી દલાલ બિનહરીફ, પણ મંડપ, સાઉન્ડ અને કેટરર્સવાળાની ઘોર ખોદાઈ


વલસાડ શહેરના અબ્રામા વાવ ફળિયા વિસ્તારમાં અનિલભાઈ કિશનભાઇ રાઠોડ પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે. અનિલભાઈ અબ્રામા વિસ્તારમાં આવેલી માર્બલની દુકાનમાં છૂટક મજૂરી કરે છે અને પત્ની ઘરકામ કરે છે ત્યારે 22 વર્ષીય દીકરી જીજ્ઞા નજીકમાં આવેલી બોલપેનની કંપનીમાં કામ કરે છે. જીજ્ઞા અને વલસાડના પાલણ ગામે રહેતો વૈભવ નામનો યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ તેઓએ તારીખ 14 /12/2023 ના રોજ કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કરતા વૈભવના પરિવારના સભ્યોએ જીજ્ઞા રાઠોડને સ્વીકારવા તૈયાર ન હતા. જેથી વૈભવ થોડા દિવસ તેમના સાસરે અને થોડા દિવસ જૂજવા ગામે રહેતા મામાના ઘરે રહેતા હતા.


ગુજરાતમાં ક્ષત્રિય યુવકોનું ભાજપને અલ્ટીમેટમ; 'અહીંથી કાર્યાલય ખાલી કરો, નહીંતર...' 


ગઈકાલે સવારે જમાઈ વૈભવ અને દીકરી જીજ્ઞા સુતેલા હોવાથી અનિલભાઈ કામ ઉપર જતા રહ્યા હતા. અનિલભાઈ સાંજે ચાર કલાકે પોતાના ઘરે જતા જોવું તો આજુબાજુના મોટી સંખ્યામાં લોકોની ભીડ જોઈ કઈ અજુગતું લાગ્યું હતું. ઘરમાં જોયું તો પત્ની નાની દીકરી અને જમાઈ ઘરે હાજર હોય જીજ્ઞાને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે નહીં ઉઠતા 108 એમ્બ્યુલન્સ બોલાવતા 108ની ટીમ આવી જીજ્ઞાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબે જિજ્ઞાને મૃત જાહેર કરતા વલસાડ સીટી પોલીસની દોડી જઈ જીજ્ઞાની પ્લાસ્ટર કબજો લઈ પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જિજ્ઞાનું ગળું દબાવી હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું.


5 વર્ષ બાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી, વલસાડમાં જાહેર સભા, જાણો કાર્યકમ


વલસાડ પોલીસને ઘટનાના દિવસથી જ શંકાની સોઈ જીજ્ઞાના પતિ પર હતી. જેથી પોલીસ એ જીજ્ઞાની પતિની અટક્યાત કરી તેની પૂછ પરછ કરતા પતિએ ઘટનાના દિવસે પણ જીજ્ઞા સાથે આડા સબંધ અંગે અને છૂટાછેડા આપવા બાબતે દબાણ કર્યા બાદ ગુસ્સામાં ઝગડો કર્યો હતો અને ત્યારબાદ તેણીનું ગળું દબાવી હત્યા નીપજવી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસ એ હત્યા ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે, તેના વૈભવ સાથે આ ગુનામાં કોઈ અન્ય સંડોવાયેલ છે કે નહિ એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.