કુંભાણીની 'કારીગરી'થી દલાલ બિનહરીફ, પણ મંડપ, સાઉન્ડ અને કેટરર્સવાળાની ઘોર ખોદાઈ
Loksabha Election 2024: ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો બિનહરિફ વિજય થતા મંડપ, સાઉન્ડ સિસ્ટમ,સહિત કેટરર્સ વેપાર પર અસર પડી છે. અલગ અલગ પાર્ટીઓના પ્રચાર, સભા માટે મળેલા તમામ ઓર્ડરો વેપારીઓનાં રદ થયા છે. જેથી કરોડો રૂપિયાનું નુકસાન થતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે,સુરત: સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો બિનહરિફ વિજય થતા મંડપ, સાઉન્ડ સિસ્ટમ,સહિત કેટરર્સ વેપાર પર અસર પડી છે. અલગ અલગ પાર્ટીઓના પ્રચાર, સભા માટે મળેલા તમામ ઓર્ડરો વેપારીઓનાં રદ થયા છે. જેથી કરોડો રૂપિયાનું નુકસાન થતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સહિત લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે.ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે તમામ પાર્ટીઓ એક્ટિવ થઈ પોતાના ઉમેદવારને જીતાવા માટે કામે જતાં હોય છે. ઉમેદવારને જીતાડવા રાજકીય પાર્ટીઓ તમામ વિધાનસભા, વોર્ડમાં મિટિંગનું આયોજન કરવામાં આવતું હોય છે. સાથે જ સ્ટાર પ્રચારકોને બોલાવીને મોટી સભા પણ યોજવામાં આવે છે. આ સભાઓ અને મિટિંગો માટે જરૂરી મંડપ, સાઉન્ડ, લાઈટની બુકિંગ અગાઉથી જ રાજકીય પાર્ટીઓએ કરાયું હતું. પરંતુ સુરતમાં મતદાન થવાના પહેલા જ ઉમેદવારની જીતની ઘોષણા થઈ જતાં વેપારીનાં વેપાર પર પાણી ફરી વળ્યુ છે.
સુરતમાં મંડપ, લાઇટ,સાઉન્ડ સિસ્ટમ,સહિત ડેકોરેશનના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ચૂંટણી પ્રચાર અને સભાઓ કરવા ઓર્ડર આપવામાં આવ્યા હતા. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ જતા તમામ રાજકીય રદ થઈ ગયા છે.જેથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.મંડપ લાઈવ સાઉન્ડ સિસ્ટમના વેપાર સાથે સંકળાયેલા સંદીપ ત્રિભુવને જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલા જ મારી પાસે 23 ઓર્ડર હતા. આજે સુરત લોકસભા બેઠક રદ થઈ છે. જેમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.અમારા ગ્રુપની જો વાત કરવામાં આવે સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ, ટેમ્પો,લાઈટીંગ, જનરેટર,કેટરર્સ, મારા માણસો જેમનો પગાર અમે આનાથી કાઢીએ છે. આજે બહુ ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. અમારા સુધી બહારથી પણ ઓર્ડરો આવતા હતા. પરંતુ સુરતથી વધારે કામ હોવાથી અમે બહારના ઓર્ડરો લીધા ન હતા.
વધુમાં જણાવ્યું હતું કે આજની પરિસ્થિતિ આવી છે કે અમે બારડોલી, નવસારી ભરૂચમાં અમે ફોન કરીને પૂછીએ તમે જેટલા પૈસા આપો અમે એટલામાં કામ કરવા તૈયાર છે. પરંતુ કોઈ કામ નહીં આપતું. કારણ કે જ્યારે સુરતમાં અમારી પાસે એટલું બધું કામ હતું. જે રદ થયું છે. વેપારીઓનો સ્થિતિ બો જ અઘરી છે. કારણ કે બધાના જ ઓર્ડરો કેન્સલ થઈ ગયા છે. સુરતમાં ચૂંટણી થઈ જ નથી. આ જાહેરાત થઈ ગઇ છે. અમારી પાસે સ્ટેજ,જનરેટર સાંજની મીટીંગોમાં સાઉન્ડ સિસ્ટમ, લાઈટ આપવાની હતી,ખુરશીઓ સહિત અમારા કેટરર્સ નું પણ કામ હતું. અમારા બધા ભાઈઓ ઘરે જ બેઠા છે. કોઈની પાસે કામ નથી.
વેપારી સંદીપભાઈ ત્રિભુવને વધુમાં જણાવ્યું હતું કે હવે ગમે ત્યાંથી કામ શોધીને કારીગરોને પગાર તો આપવો જ પડશે. આજે પરિસ્થિતિ આવી છે. કે આખા સુરતમાં વેપારીઓ ઘર ભેગા કરી દીધા છે. આજે કોઈ કામ નથી.લોકશાહીના પર્વનો ભારતમાં સૌથી મોટો પ્રસંગ હોય છે. ચૂંટણી વખતે આપણે વિચાર કરતા હોય છે.મત કોને આપી એ.કોઈને નહીં એ પ્રશ્ન નથી. પણ એક મોહલ હોય છે.આખો આ એક તહેવાર હોય છે. અમારો આખો પ્રસંગ જતો રહ્યો છે. પૈસાએ ગયા ચૂંટણી પણ ગઈ. કશું જ બચ્યું નથી. લાખો કરોડો રૂપિયા નું નુકસાન થયું છે. કારણ કોઈ સ્ટેજ બંધાશે નહીં સાઉન્ડ વાગશે નહીં. તમામ વેપારીઓનાં ચેહરાઓ નીચે પડી ગયા છે.જેવી રીતના માતંગ છવાઈ ગયું હોય. કોરોના જેવી સ્થિતિ લાગી રહી છે. કારણ ચૂંટણીના ઘણા કામો અમે કરતા હતા હાલ અમારી પાસે એક પણ કામ નથી.
કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારીના ફોર્મ પર ભર્યો હતો પરંતુ ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું કહી વાંધા અરજી કરી હતી જેના આધારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનાં ટેકેદારો કલેકટર સમક્ષ હાજર નહીં થતા નિલેશ કુંભાણીનો ફોર્મ રદ કરાયો હતો.ત્યાર બાદ સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ અચાનક ગાયબ થઈ ગયા હતા. બાદ કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા. પ્યારેલાલે ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણીપંચે ભાજપના ઉમેદવાર મુકેલ દલાલને વિજેતા જાહેર કર્યા હતાં. બિનહરીફ ચૂંટણી થતા વેપારીઓને મળેલા તમામ ઓર્ડર રદ થઈ ગયા છે.જેથી વેપારીઓમાં ભારે નિરાશા જોવા રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે