ભરઉનાળે ભૂક્કા બોલાવી નાંખે તેવી અંબાલાલની આગાહી; મે મહિનામાં આંધી, તોફાન, માવઠું ગુજરાતને ઘમરોળશે!
Predictions of Ambalal Patel: ગુજરાતમાં ગરમીએ પણ ધીમે ધીમે ગતિ પકડી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અંબાલાલ પટેલે 10થી 14 મે દરમિયાન આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે.
આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. હાલ પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ રહી છે. અમદાવાદમાં ગરમીની વાત કરીએ તો અમદાવાદમાં ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. અમદાવાદમાં મંગળવારે 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે 40 ડિગ્રીને પાર કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આજથી રાજ્યમાં તાપમાન ઊચું જવાની શક્યતા વ્યક્ત કરીને હીટવેવનો એક રાઉન્ડ આવવાની સંભાવના દર્શાવી છે. આની સાથે આ હવામાન નિષ્ણાતોએ વરસાદનું હળવું માવઠું થવાની પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મેં મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. સાથે દેશના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે. અંબાલાલ પટેલે 10થી 14 મે દરમિયાન આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે.
ચોમાસું સારું જશે તેની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે.
દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.
એપ્રિલના અંત સુધીમા કાળઝાળ ગરમી પડશે
રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઇ છે. જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંત દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરી છે.. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઇ છે. તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
હજુ એક અઠવાડિયુ ગરમીનો પ્રકોપ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.
Trending Photos