મતદાર જાગૃતિ માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત અપનાવવામાં આવ્યો નવો અભિગમ
લોકશાહીના મહા પર્વને લઇને હવે જ્યારે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓની જામનગરમાં જાહેરાત થઇ ચૂકી છે . જામનગરમાં મતદારો વધુને વધુ મતદાન કરે તેવા શુભ અભિગમ સાથે જામનગર જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા ગુજરાતભરમાં સૌ પ્રથમ વખત અપનાવવામાં આવ્યો હોય તેવો નવતર અભિગમ અપનાવી વહીવટી તંત્રના જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પત્રકાર મિત્રો વચ્ચે જામનગરના ઐતિહાસિક અજિતસિંહ પેવેલીયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મતદાર જાગૃતિ T-20 ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું.
મુસ્તાક દલ/જામનગર: લોકશાહીના મહા પર્વને લઇને હવે જ્યારે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓની જામનગરમાં જાહેરાત થઇ ચૂકી છે . જામનગરમાં મતદારો વધુને વધુ મતદાન કરે તેવા શુભ અભિગમ સાથે જામનગર જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા ગુજરાતભરમાં સૌ પ્રથમ વખત અપનાવવામાં આવ્યો હોય તેવો નવતર અભિગમ અપનાવી વહીવટી તંત્રના જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પત્રકાર મિત્રો વચ્ચે જામનગરના ઐતિહાસિક અજિતસિંહ પેવેલીયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મતદાર જાગૃતિ T-20 ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું.
જામનગરના વતની તેમજ ક્રિકેટની દુનિયાના બાદશાહ તેમજ પૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મતદાર જાગૃતિ અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો. જ્યારે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. જેથી તમામ ક્રિકેટ પ્લેયર્સે 23 નંબરનું ટીશટ પહરી મતદાર જાગૃતિનો પણ સંદેશો આપ્યો હતો. આગામી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી રવિશંકર તેમજ તેમની ચૂંટણી શાખાની ટીમ દ્વારા ચૂંટણી જાહેર થઇ ત્યાંરથી મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
PAASના કાર્યક્રમમાં મારામારી, હાર્દિક અને કોંગ્રેસ હાય-હાયના નારા લાગ્યા
જેના ભાગરૂપે જામનગરના વિશ્વવિખ્યાત અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર સહિત આઇએએસ અને આઇપીએસ સહિતના અધિકારીઓ અને પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારોની ટીમ વચ્ચે એક અનોખી મતદાર જાગૃતિ ટી ટ્વેન્ટી ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓની ટીમે શાનદાર વિજય મેળવી પત્રકારોની ટીમને પરાસ્ત આપ્યો હતો. જ્યારે આ ફ્રેન્ડલી ટી ટ્વેન્ટી મેચમાં પૂર્વ ભારતીય ખેલાડી સલીમ દુરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ મતદાર જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
[[{"fid":"206806","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"jamnagar-cricket.jpg","field_file_image_title_text[und][0][value]":"jamnagar-cricket.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"jamnagar-cricket.jpg","field_file_image_title_text[und][0][value]":"jamnagar-cricket.jpg"}},"link_text":false,"attributes":{"alt":"jamnagar-cricket.jpg","title":"jamnagar-cricket.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
કાજલ ઓઝા વૈદ્યે સુરતમાં એવું તે શું કહ્યું કે, 500થી પણ વઘુ લોકો રડી પડયા...
આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટેની તારીખને ધ્યાને રાખીને બધા ખેલાડીઓએ ૨૩ નંબરની ટી-શર્ટ પહેરી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા તેમજ મયુનિસિપલ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સાથે જોડાયા હતા અને મેચ રમતા અધિકારીઓ અને પત્રકારોનો ઉત્સાહ વધાર્યો હતો.
પત્રકારો દ્વારા પણ જિલ્લા કલેક્ટરના આ મતદાર જાગૃતિ અંગે અનોખા અભિગમને અપનાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં સૌપ્રથમ વખત આ પ્રકારનો અનોખો અભિગમ જિલ્લા કલેકટર અને ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરાતા પત્રકારોએ પણ કાર્યક્રમની સરાહના કરી હતી અને તમામ પત્રકારોએ પણ મતદાર જાગૃતિનો સંદેશો આપ્યો હતો. જ્યારે વધુને વધુ સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેનો અનોખો સંદેશ તમામ અધિકારીઓ અને પત્રકારો વચ્ચે યોજાયેલ આ ક્રિકેટ મેચના માધ્યમથી મતદારોને આપવામાં આવ્યો હતો.