કાજલ ઓઝા વૈદ્યે સુરતમાં એવું તે શું કહ્યું કે, 500થી પણ વઘુ લોકો રડી પડયા...

બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે તે રડે તે ખુબ જરૂરી હોય છે, પરતું ત્યારે બાદ જાહેરમાં રડવાને લોકો નકારાત્મક રીતે જોતા હોય છે. રડવામાં પણ લોકોએ ભેદ રાખ્યા છે, મહિલા જાહેરમાં રડી શકે છે પરતું પુરુષે જાહેરમાં રડવું નહિ. આવી અનેક ગ્રંથીઓ, માન્યતાઓ આજે પણ યથાવત છે. પરતું અઢી વર્ષ પહેલા સુરતમાં દેશનું પહેલું એવું ક્લબ શરુ થયું જ્યાં આવનારા દરેક વ્યક્તિ પોતાના દુઃખોને યાદ કરી પોક મુકી રડી શકે છે. 

Updated By: Mar 17, 2019, 08:31 PM IST
કાજલ ઓઝા વૈદ્યે સુરતમાં એવું તે શું કહ્યું કે, 500થી પણ વઘુ લોકો રડી પડયા...

તેજશ મોદી/ સુરત: બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે તે રડે તે ખુબ જરૂરી હોય છે, પરતું ત્યારે બાદ જાહેરમાં રડવાને લોકો નકારાત્મક રીતે જોતા હોય છે. રડવામાં પણ લોકોએ ભેદ રાખ્યા છે, મહિલા જાહેરમાં રડી શકે છે પરતું પુરુષે જાહેરમાં રડવું નહિ. આવી અનેક ગ્રંથીઓ, માન્યતાઓ આજે પણ યથાવત છે. પરતું અઢી વર્ષ પહેલા સુરતમાં દેશનું પહેલું એવું ક્લબ શરુ થયું જ્યાં આવનારા દરેક વ્યક્તિ પોતાના દુઃખોને યાદ કરી પોક મુકી રડી શકે છે. 

એક ખુબ સુંદર ગીત છે જે આ ક્લબ પર બરાબર ફીટ થાય છે. रोते रोते हँसना सीखो, हँसते हँसते रोना, जितनी चाभी भरी राम ने, अरे उतना चले खिलौना જીહાં સુરતના હેલ્થી ક્રાઈંગ ક્લબમાં દર મહિનના છેલ્લા રવિવારે લોકો ભેગા થાય છે. ત્યારે ક્લબના 25માં સેશન માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જાણીતા વક્તા, લેખિકા એવા કાજલ ઓઝા વૈધ ખાસ હાજર રહ્યા હતા. કોઈ પણ ઘરમાં મહિલાઓ જ રડે છે. મહિલાઓ જ સહન કરે છે તેવું હંમેશા કહેવામાં આવે છે. જોકે એક પુરુષ પર શું વિતવી હશે તે કોઈ વિચારતું નથી તે વાત કાજલ ઓઝા વૈદ્યે કહી હતી. 

કાજલ ઓઝા વૈદ્યેનું કહેવું હતું કે, જ્યારે તમે રડો છો ત્યારે વધુ ઠીક થઇ જાય છે. શરીરમાંથી જે નીકળે છે તે સારા માટે જ હોય છે. કબાટ સાફ કરશો તો જેમ તેમાંથી જૂની અને નકામી વસ્તુઓ બહાર કાઢી કોઈને આપી દેવામાં કે ફેંકી દેવામાં આવે છે. તેવી જ રીતે શરીરમાં રહેલી નકામી વસ્તુઓને પણ ફેંકી દેવી જોઈએ. મગરના આશું કોઈએ જોયા નથી, પણ મગર એક ધાર્યો મૌન બની કલાકો વિતાવે છે. એજ બતાવે છે કે મૌન બેસવાથી સંવાદ બરકરાર થાય છે.

PAASના કાર્યક્રમમાં મારામારી, હાર્દિક અને કોંગ્રેસ હાય-હાયના નારા લાગ્યા

પોતાના જીવમાં બનેલી કેટલીક ઘટનાઓનો પણ ઉલ્લેખ કાજલ ઓઝા વૈધે કર્યો હતો. કાજલ ઓઝા વૈદ્ય દ્વારા પોતાના જીવનના એવા લક્ષણો અંગે પણ વાત કરવામાં આવી હતી જે કહી ખુદ કાજલની આંખોમાં પણ આ શું આવી ગયા હતા. પોતાના પિતાથી માડી તમામે બાબતોનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. જીવનની અનેક ચડતી-પડતી જોનાર કાજલ ઓઝા વૈધ માને છે કે, પતિ અને પત્ની બાળક અને માતા કે પિતા સાથેનો એક અતૂટ સંબંધ છે. તમામે ક્યારેય પણ પોતાના દિલમાં રહેલી વાત છુપાવવી કે સહન કરવી જોઈએ નહીં પત્નીએ પોતાની નારાજગી પતિ સામે વ્યક્ત કરી દેવી જોઈએ કારણ કે, પોતાના મનમાં કે દિલમાં છુપાવેલી વાત ક્યારેક મુશ્કેલી સર્જે છે.

લોકસભાની ટિકિટ માટે કોંગ્રેસમાં કકળાટ, મોડાસા અને ભિલોડાના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

જીવનમાં અનેક એવા ઘટનાક્રમો આવે છે. જ્યારે તમે લાચાર થઇ જાઓ છો ત્યારે બસ એટલું જ યાદ રાખવાનું કે જે બન્યું છે તેને તમે બદલી શકવાના નથી કારણ કે, કુદરતનેએ જ મંજૂર હતું. વ્યક્તિ ત્યારે એકલતા અનુભવે છે. જ્યારે તેની આસપાસના લોકો તેને છોડી જતા રહે છે. પરંતુ જ્યારે આ તમામ વ્યક્તિઓ તેમની સાથે હોય છે ત્યારે તે અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. કાજલ ઓઝા વૈદ્ય નું એવું પણ કહેવું હતું કે તમારી નારાજગી, પ્રેમને જાહેર  કરવામાં ખચકાટ અનુભવો નહીં.

દ્વારકા ખાતે ફુલડોલની ઉજવણીમાં ભકતોનું ઘોડાપુર, ગુજ્યો જય રણછોડનો નાદ

આ હેલ્થી ક્રાઈંગ ક્લબની શરૂઆત અઢી વર્ષ પહેલા સુરતના જાણીતા ડોકટરો અને લાફ્ટર એક્સપર્ટ દ્વારા કરવામાં આવી હતી. જાણીતા મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસીનું કહેવું છે કે, રડવુંએ જીવનમાં ખુબ જરૂરી બાબત છે, રડવાના કારણે વ્યક્તિના શરીરનો એક ભાર ઓછો થઇ જાય છે. તે તેને હસતો રાખવામાં મદદ કરે છે.

 

લાફ્ટર એક્સપર્ટ કમલેશ મસાલાવાલાએ જણાવ્યું હતું કે, શરીર રહેતી નેગેટીવીટી જો બહાર કાઢવી હોય તો દરેક વ્યક્તિએ દિલ ખોલીને રડવું જોઈએ, રડાવથી જ્યાં મનનો ભાર ઓછો થાય છે ત્યાજ શરીરની બિમારીઓ માંથી પણ મુક્તિ મળે છે. આ કાર્યક્રમમાં આવેલા સુરતીઓએ પણ પોતાના મનમાં રહેલી યાદોને યાદ કરી રુદન કર્યું હતું, તેઓ માને છે કે રડવું ખરેખર જરૂરી છે.