Rain Forecast: વાવાઝોડાનું જેમ જેમ ગુજરાતની નજીક આવતું જાય છે તેમ તેમ તેની અસર જોવા મળી રહી છે. હાલ સોરાષ્ટ્ર, કચ્છમાં અનેક વિસ્તારમાં પવન સાથે ઝાપટા શરૂ થઇ ગયા છે. બીજી બાજુ વાવાઝોડું 6 કિ.મીની ઝડપે કચ્છના જખૌ તરફ આગળ વધી રહ્યું છે. આજે 4થી 9ની વચ્ચે લેન્ડફોલ થવાની શકયતા જોવાઇ રહી છે. પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે ખરું તોફાન તો વાવાઝોડા પછી આવશે. જી હા. આગામી 2 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયામતની ઘડી આવી ગઈ : દરિયામાં વાવાઝોડાની સ્પીડ વધી, વધુ 20 કિમી નજીક આવ્યું


હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડાના પગલે ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેશે. વાવાઝોડું હાલ કચ્છની નજીક પહોંચવા આવ્યું છે, જેની અસર આજથી રાજ્યભરમાં જોવા મળી રહી છે. હાલ દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. જાણો આગામી 2 દિવસ ક્યાં થશે વરસાદ..


Cyclone Biparjoy: 90ની ઝડપે ઝાડ અને થાંભલા ઉડે...પણ આ તો 150ની સ્પીડે આવે છે, સાચવજો


આજે ક્યાં વિસ્તારમાં વરસાદ
આજે વાવાઝોડાની અસરથી પવન સાથએ રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવ, અમદાવાદ, મોરબી,આણંદ, ભરુચ, સુરત, નવસારી,વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


વિનાશકારી વાવાઝોડાને માત આપવા માટે ગુજરાત સજ્જ, જાણો સરકારની શું છે તૈયારીઓ


16 જૂને વરસાદની આગાહી                           
હવામાન વિભાગના અનુમાન મુજબ સાયક્લોનના લેન્ડફોલ બાદ કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર, બોટાદ, દિવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે.


બિપરજોય કચ્છથી 140 કિ.મી દૂર છે; રાત્રે ક્યારે ત્રાટકશે,કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ


17 જૂને વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ  લેન્ડફોલ બાદ પણ 2 દિવસ ગુજરાતમાં તેની અસર જોવા મળશે. 17 જૂને જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી વલસાડ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદનો અનુમાન છે.


ચક્રવાતની આફત વચ્ચે BSF એ કચ્છની સરહદી વસ્તી માટે મદદનો હાથ લંબાવ્યો, PHOTOs