રસ્તે રખડતા આખલાની ટક્કરથી યુવકનું મોત, સરકાર જુએ...કેવી રીતે મળી રહ્યું છે નિર્દોષ લોકોને મોત
રાજકોટ જસદણ બાઇપાસ રોડ પર રખડતા આખલાઓના આતંકને કારણે રાજકોટના રેલનગરમાં રહેતા કૌશિક પ્રજાપતિ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં ફરી એકવાર રખડતા ઢોરની ટક્કરે આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. રાજકોટ જસદણ બાઇપાસ રોડ પર રખડતા આખલાઓના આતંકને કારણે રાજકોટના રેલનગરમાં રહેતા કૌશિક પ્રજાપતિ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
ચોંકાવનારી ઘટના! જામનગરમાં ફરી બોરવેલમાં બાળક ગરકાવ, આવી રહ્યો છે રડવાનો અવાજ
બે આંખલાવો બાખડતા બંને આંખલાઓએ એક બાઈક પર જતા બે યુવકોને અડફેટે લીધા. જે બાદ બન્ને યુવકો રોડ પર ફંગોળાયા. અને સામેથી આવતી કચરો ભરેલી જસદણ નગર પાલિકાની ગાડી સાથે ટકરાયા. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે અને બીજા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ-વાલીઓ આનંદો! બોર્ડની પરીક્ષાની ચિંતા ગાયબ કરતો નંબર જાહેર, આ તારીખથી શરૂ
સદનસીબે આખલાઓએ ટક્કર માર્યા પછી તેઓ હેવી ટ્રક નીચે આવતાં બચી ગયા નહીં તો બંને યુવકોનું ઘટનાસ્થળે જ મોત થાય તેવો આ અકસ્માત હતો. તો બજેટમાં મોટા મોટા દાવા અને જનતાની સુખાકારીની વાતો કરતી સરકાર જુએ.. કેવી રીતે નિર્દોષ લોકોને રસ્તે જતાં મોત મળી રહ્યું છે અને સરકારી નઘરોળ તંત્ર આરામથી ઊંઘી રહ્યું છે.
આણંદમાં તથ્ય કાંડને ભુલાવે તેવો અકસ્માત! જેનિશે લીધો 4નો જીવ, સામે આવી અકસ્માતની ભય