વિદ્યાર્થીઓ-વાલીઓ આનંદો! બોર્ડની પરીક્ષાની ચિંતા ગાયબ કરતો નંબર જાહેર, આ તારીખથી થશે શરૂ

ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ-વાલીઓ આનંદો! બોર્ડની પરીક્ષાની ચિંતા ગાયબ કરતો નંબર જાહેર, આ તારીખથી થશે શરૂ

ઝી બ્યુરો/ગાંધીનગર: ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. જેના કારણે વિદ્યાર્થીઓને મંઝૂવતા કોઈ પણ સવાલનો જવાબ અહીં તમને મળી શકે છે. તમને જણાવી દઈએ કે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે. 

ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકાશે. 

No description available.

હેલ્પલાઈનમાં એક્સપર્ટ, કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ નંબર  8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત રહેશે. જેના પર ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે સવારે 10 થી સાંજે 6.30 સુધી હેલ્પલાઈન નંબર કાર્યરત રહેશે. જ્યારે અમદાવાદના DEOએ સારથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સાથો સાથ એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર 99099 22648 છે. અહીં પણ વિદ્યાર્થીઓ મેસેજ કરીને જરૂરી માહિતી મેળવી શકશે.

આ નંબર પર વિધાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ વિદ્યાર્થીઓને તેમજ સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news