ચોંકાવનારી ઘટના! જામનગરમાં ફરી બોરવેલમાં બાળક ગરકાવ, આવી રહ્યો છે રડવાનો અવાજ

જામનગરના લાલપુરના ગોવાણામાં બાળક બોરવેલમાં પડ્યું છે. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં બાળક ગરકાવ થયું છે. બાળકેને બચાવવા જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ છે. બાળક બોરવેલમાં પડ્યું હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે.

ચોંકાવનારી ઘટના! જામનગરમાં ફરી બોરવેલમાં બાળક ગરકાવ, આવી રહ્યો છે રડવાનો અવાજ

ઝી બ્યુરો/જામનગર: ફરી એક વખત બોરવેલમાં બાળક ગરકાવ થયાની ઘટના બની છે. જામનગરના લાલપુરના ગોવાણામાં 3 વર્ષનું બાળક બોરવેલમાં પડ્યું છે. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં બાળક ગરકાવ થયું છે. બાળકેને બચાવવા જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ છે. આ સિવાય જામનગર મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. બાળક બોરવેલમાં દેખાતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. હાલ બાળકને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જામનગરના લાલપુરના ગોવાણામાં બાળક બોરવેલમાં પડ્યું છે. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં બાળક ગરકાવ થયું છે. બાળકેને બચાવવા જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ છે. બાળક બોરવેલમાં પડ્યું હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. બાળક 15 ફૂટે ફસાયેલું છે. બાળકને ઓક્સિસજનઆપવામાં આવી રહ્યો છે અને રડવાનો અવાજ આવી રહ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર બાળકનું નામ રાજ છે. જે લાલપુરના ગોવાણામાં 15 FTની ઊંડાઈ પર છે. ફાયર વિભાગે બાળકના હાથ બાંધી દીધા છે, જેના કારણે બાળક આ ઊંડાઈથી નીચે નહિ જાય. હાલમાં બાળક જીવિત હાલતમાં છે. હાલ 108 એમ્બ્યુલન્સની ટીમ સહિતની તમામ ટીમો રેસ્ક્યૂ કામગીરીમાં લાગી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news