હાર્દિક દિક્ષીત/વડોદરા: વિશ્વ સહિત દેશ અને ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોને તાત્કાલિક સારવાર ન મળવાના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે.તો ઘણી વખત જો કોઈ વ્યક્તિ ભાનમા ન હોય તો તેની વિગત ન હોવાના કારણે તેની સારવાર થવામાં વિલંબ થતું હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા વડોદરાના એક યુવકે અનોખું કિચન બનાવ્યું છે. અકસ્માત વખતે ઝડપી ઈલાજ થઈ શકે એના માટે એક વિશેષ કિચેઇન વડોદરા શહેરના યુવાને બનાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-3ની પ્રથમ શોધ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન કેટલું છે, સામે આવી જાણકારી


આજના આધુનિક યુગમાં સૌ કોઈ પાસે સેલ ફોન તો હોય છે, પરંતુ તેમાં સૌ કોઈ લોક રાખતા હોય છે. જો કોઈનો અકસ્માત થયો હોય અને તે સભાન અવસ્થામાં ન હોય તો તેની વિગત મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા વડોદરાના અર્જુન શર્માએ QR ટેકનોલોજીનો ઉપયોગ કરી Who I Card ઇમરજન્સી QR કીચેઇન બનાવ્યું છે.



પશુપાલકોને બખ્ખાં! 2 ગાય ખરીદવા પર 80 હજાર રૂપિયાની સહાય, જાણો શું છે સરકારનો પ્લાન?


વડોદરા શહેરના યુવકે અકસ્માતના સમયે જીવ બચાવી શકે તેવું એક વિશેષ કિચેઇન બનાવ્યું છે. આ કિચેઈન બનાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે આ યુવાનનો અગાઉ અકસ્માત થયો હતો, જેમાં તે ભોગ બન્યો હતો, ત્યારે તેણે વર્વો અનુભવ થયો હતો. મોબાઈલ લોક હોવાના કારણે રાહદારીઓ પરિવારનો સંપર્ક થઈ શક્યો નહોતો. મેડિકલ હિસ્ટ્રી ન હોવાના કારણે સારવારમાં પણ વિલંબ થયો હતો. પોતાને થયેલા કડવા અનુભવ બાદ આ યુવાને મહત્વપૂર્ણ આવિષ્કાર કરી નાખ્યો.


કીવની પાસે હવામાં ટકરાયા બે લડાકૂ વિમાન, યૂક્રેનના ત્રણ સૈન્ય પાયલોટોના મોત


વડોદરા શહેરના યુવકે ત્યારબાદ વાહન ચાલકની આયોગ્ય, પરિવાર સહિતની તમામ વિગતોવાળુ કિચેઈન બનાવ્યું હતું. જો કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્તનું કીચેઇન કેમેરામાં સ્કેન કરે તો તમામ વિગતો મળી જાય તેવો ઉદ્દેશ્ય હતો. આ નાનકડા કિચેઈનમાં વાહનચાલકની મેડિકલ હિસ્ટ્રી સહિત મેડિક્લેઇમની વિગતો ઉપલબ્ધ હશે. કિચેઈન સ્કેન કરતાની સાથે ઈજાગ્રસ્તના પરિવારના સભ્યોના નંબર પણ મળી જશે. આ આવિષ્કાર કરનાર યુવકનું નામ વડોદરા શહેરના અર્જુન શર્મા છે, જે ભારત સહિત વિદેશમાં પણ કિચેઇન સપ્લાય કરે છે. રક્ષાબંધનમાં પોતાના ભાઈની સુરક્ષા માટે કિચેઈન ખરીદવા બહેનોની પડાપડી થઈ છે.



નશામાં ધૂત યુવતીનો રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસ કર્મીને મારી દીધી થપ્પડ


આ કિચેઈનમાં રહેલો QR કોડમાં વ્યક્તિનું નામ, એડ્રેસ અને ફોન નંબર, બ્લડ ગ્રુપ,સહિતની વિગતો  ઉમેરવામાં આવે છે. જેથી કોઈ ઈમરજન્સી જરૂર પડે તો તેને સ્કેન કરી જે તે વ્યક્તિની વિગતો મેળવી શકાય અને તેની મદદ કરી શકાય. Who I Card ઇમરજન્સી QR કિચેઇનથી બધી માહિતીને PDF માં પણ સાચવી શકાય અને ક્યારે પણ એમાં માહિતીનો ઘટાડો વધારો કરવો હોય તો એ પણ કરી શકાય એવી રીતેનું બનાવવામાં આવ્યું છે. ઇમરજન્સી QR કિચેઇનને સાઇકલ, મોટરસાયકલ, એક્ટિવા, કાર અને ઘરની ચાવીમાં કિચેઇન તરીકે રાખી શકાય છે. આ મેટલ થી બનેલું હોવાથી વરસાદમાં પણ કોઈ નુકસાન થતું નથી.


શ્રાવણ મહિનામાં કરી લો તુલસી સંબંધિત આ ઉપાય, ક્યારેય નહીં ભોગવવી પડે રૂપિયાની તંગી



માહિતીનો ખોટી જગ્યા પર ઉપયોગ ના થાય એના માટે અર્જુન શર્મા એ જણાવ્યું કે, એમાં ફક્ત એ જ માહિતી ઉમેરવામાં આવે છે, જે આપત્કાલીન વખતે જરૂર પડે છે નહીં કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેન્ક માહિતી કે કોઈ જાતના પાસવર્ડ જેનાથી કોઈને કોઈ પણ નુકસાન થાય.


મુંબઈમાં એક હોટલમાં આગ લાગતા હડકંપ, ત્રણ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત