નર્મદા: જિલ્લાની ડેડિયાપાડા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. પોતાના મતવિસ્તારમાં વીજળીની સમસ્યા મુદ્દે ચૈતર વસાવા વીજ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સેંકડો લોકોની હાજરીમાં ધારાસભ્યનો 'પાવર' બતાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તાર માટે મળતી ગ્રાન્ટથી લઈને વીજકર્મચારીઓનાં કામ અંગે ઢીલી નીતિ મુદ્દે સવાલો કર્યા હતા. તેમણે ધમકીના સ્વરમાં જણાવ્યું હતું કે, 'વિજિલન્સવાળા ગામમાં પાંચથી છ વાગ્યે ચેકિંગ માટે ઘૂસે છે. જો પૂછ્યા વગર ગામમાં ઘૂસ્યા તો ગાડી પાછી નહીં નીકળવા દઈએ. તમારી પાસે ચેકિંગ માટે ગાડીઓ છે, સ્ટાફ છે, પરંતુ વીજ કનેક્શન આપવાની વાત આવે તો કહો છો સ્ટાફ જ નથી'. 


આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!


મહત્વનું છે કે, માત્ર 20 ફૂટ સર્વિસ વાયર માટે ધક્કા ખાતા એક વૃદ્ધની સમસ્યા સાંભળીને પણ ચૈતર વસાવા રોષે ભરાયા હતા. 


આ પણ વાંચો: આ તો કંઈ નથી! નવા વર્ષથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી?