AC Helmets: ઝી બ્યુરો/વડોદરા: ગુજરાતમાં હવે દિવસેને દિવસે ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે. આવામાં કેટલાક લોકોની ડ્યુટી એવી હોય તો તેઓને તડકામાં પણ બહાર નીકળવુ પડે છે. ત્યારે ગમે તે મોસમમાં ચાર રસ્તા પર ઉભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે પોલીસે મોટું પગલુ ભર્યું છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક પોલીસ જવાનોને અસહ્ય ગરમીમાં ફરજ બજાવી શકે તે માટે AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. હાલ શહેરમાં કેટલીક જગ્યાએ આ હેલ્મેટ પહેરીને વિવિધ ટ્રાફિક જંક્શન પર ટ્રાફિક જવાનો ફરજ બજાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હતી ધીરુભાઈ અંબાણીની એ સૌથી મોટી ભૂલ? જેમાંથી પાઠ ભણીને મુકેશ અંબાણીએ ન દોહરાવી


કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીમાં પણ પોલીસ જવાનો ફરજ બજાવી શકે તે માટે તેમને ac વાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે.શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા ટ્રાફિક જવાનો ફરજ બજાવે છે. આ જવાનો પૈકી હાલ 125 જવાનોને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. 


ખરતાં વાળના કારણે માથાના હાલ છે આવા ? તો બાયોટિનથી ભરપુર આ વસ્તુઓ ખાવાનું કરો શરુ


બીજા 100 હેલ્મેટ પણ આવી ગયા છે અને જરૂર મુજબ તે વિવિધ ટ્રાફિક જવાનોને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. આમ કુલ 500 ac વાળા હેલ્મેટ પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ટ્રાફિક જંકશનો ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો અસહ્ય ગરમીનો ભોગ ન બને તે માટે તેઓને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. 


ધનનો ઢગલો હોવા છતાં આજે પણ મુૃકેશ અંબાણીને સતાવે છે કઈ વાતનો ડર? પોતે જ કર્યો ખુલાસો


આ AC હેલ્મેટથી જવાનોના માથામાં ઠંડક રહેશે જેના કારણે તેઓને ગરમીના કારણે ચક્કર આવવાનો પ્રશ્ન નહિંવત રહેશે. આ AC હેલ્મેટ ગરમીના દિવસોમાં ટ્રાફિક જવાનો માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.


શોખ ઉંચા છે! આ લોકો ચાલુ ફ્લાઈટમાં બાંધે છે 'સંબંધ', કહેવાય છે માઈલ હાય ક્લબ સભ્ય


કેવુ છે આ એસી હેલ્મેટ
આ એસી હેલ્મેટ ટ્રાફિકના જવાનોને ગરમીભર્યા વાતાવરણથી મુક્તિ અપાવશે. સાથે જ તેઓ તેને પહેરીને તડકામાં પણ ડ્યુટી કરી શકશે. ખાસિયતની વાત કરીએ તો AC હેલ્મેટ પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઈન જેવા જ છે, પરંતુ તેમાં મૂકાયેલો પંખો એસીની માફક હવા ફેંકે છે. આ હેલ્મેટ બેટરીથી ચાલે છે, જેનો બેકઅપ પણ યોગ્ય છે. એકવાર ચાર્જ કર્યા બાદ કલાકો સુધી યુઝ કરી શકાય છે. બેટરીનો વાયર હેલ્મેટ સાથે જોડેલો છે અને બેટરી એક કવરમાં હોય છે જેને પોલીસે તેમના કમરમાં ભરાવવાનું રહે છે. AC હેલ્મેટ આંખ અને નાકમાં ધૂળ, ધૂમાડો કે તડકાની અસરથી પોલીસકર્મીઓને રક્ષણ આપશે. કારણ કે, હેલ્મેટમાં એક ગ્લાસ આપેલો છે, જે નાક સુધીનો ચહેરો ઢાંકે છે.


માથા પર ફીટ કરી શકાય તેવુ હેલ્મેટ
આ એક ખાસ પ્રકારનું ગરમીમાં ઠંડક આપતુ AC હેલ્મેટ છે. સામાન્ય હેલ્મેટની જેમ જ તેને બેલ્ટથી અંદરની સાઈઝ નાની-મોટી કરી શકાય છે. તેની ખાસ ડિઝાઈનને કારણે તે કોઈપણ વ્યક્તિને માથા ફીટ થઈ જશે. આ હેલ્મેટમાં અંદર એક નાનકડી મોટર થકી એકઝોસ્ટ ફેન આપવામાં આવ્યો છે. જે અંદરની ગરમ હવાને બહાર ફેંકે છે. હેલ્મેટમાં ટેમ્પરેચર સેટ કરવા માટેની પણ સુવિધા આપવામાં આવી છે. જેનાથી અંદરનું ટેમ્પરેચર સેટ થઈ શકે છે. આ હેલ્મેટને બેટરી વડે ચલાવી શકાય છે. તેની બેટરી ચાર્જ કરવા માટે પણ કેબલ પણ આપવામાં આવ્યો છે. બેટરીને બેલ્ટ વડે સેટ કરવામાં આવી છે. જે ટ્રાફિક કર્મચારી પોતાની કમર પર આરામથી બાંધી શકે છે અને તેના દ્વારા આ હેલ્મેટનું ઓપરેટિંગ કરી શકે છે.