Mukesh Ambani: શું હતી ધીરુભાઈ અંબાણીની એ સૌથી મોટી ભૂલ? જેમાંથી પાઠ ભણીને મુકેશ અંબાણીએ ન દોહરાવી

Mukesh Ambani Birthday: વડીલો કહી ગયા છે કે જો પુત્ર પિતાની ભૂલોને ન દોહરાવે તો આગામી પેઢીઓ સુખી રહે છે. કદાચ મુકેશ અંબાણીને આ શિખામણ એટલી ગમી ગઈ કે તેમણે તેને જીવનમાં ઉતારી લીધી. આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ છે અને આ અવસરે એક એવી વાત વિશે જાણીશું જે તમારે જાણવી ખુબ જરૂરી છે.

Mukesh Ambani: શું હતી ધીરુભાઈ અંબાણીની એ સૌથી મોટી ભૂલ? જેમાંથી પાઠ ભણીને મુકેશ અંબાણીએ ન દોહરાવી

વડીલો કહી ગયા છે કે જો પુત્ર પિતાની ભૂલોને ન દોહરાવે તો આગામી પેઢીઓ સુખી રહે છે. કદાચ મુકેશ અંબાણીને આ શિખામણ એટલી ગમી ગઈ કે તેમણે તેને જીવનમાં ઉતારી લીધી. આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ છે અને આ અવસરે એક એવી વાત વિશે જાણીશું જે તમારે જાણવી ખુબ જરૂરી છે. મુકેશ અંબાણી આજે 67 વર્ષના થયા. મુકેશ અંબાણીના પિતા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીએ પોતાના જીવનમાં એક જ સૌથી મોટી ભૂલ કરી હતી. જેણે મુકેશ અંબાણીનું નુકસાન કરાવ્યું પણ તેમણે તેમના જીવનમાં આ ભૂલ દોહરાવી નહીં. 

શું હતી એ ભૂલ
ધીરુભાઈ અંબાણીની સૌથી મોટી ભૂલ એ હતી કે તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા મોટા સામ્રાજ્યનું પોતાના બે પુત્રોમાં વહેંચણી કરવા માટે કોઈ જ વસીયતનામું છોડીને ગયા નહતા. પછી જ્યારે તેમનું મૃત્યુ થયું તો ત્યારબાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે  જે ઝઘડા થયા તે દુનિયાએ જોયા. આખરે માતા કોકિલાબેન અંબાણીએ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસના ભાગલા પાડવા પડ્યા. 

મુકેશ અંબાણીએ લીધો સબક
ધીરુભાઈ અંબાણીની આ ભૂલથી મુકેશ અંબાણીએ મોટો પાઠ ભણ્યો. આ કારણ  છે કે મુકેશ અંબાણી પોતાના બાળકો ઈશા, આકાશ અને અનંતને ભાગલાનું દર્દ આપવા માંગતા નથી. આથી તેમણે ત્રણેય બાળકો વચ્ચે બિઝનેસની ફાળવણી કરવાનું શરૂ કરી દીધુ છે. આ ટ્રાન્ઝિશન તેઓ પોતાની દેખરેખમાં પૂરું થાય તેવું ઈચ્છે છે. આથી તેઓ હજુ પણ 5 વર્ષ સુધી રિલાઝન્સના ચેરમેન રહેશે. 

આકાશ અંબાણીને સોંપ્યો આ કારોબાર
આકાશ અંબાણીએ પોતાના કરિયરની શરૂઆત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલિકોમ વેપારથી શરૂ કરી હતી. તેઓ ચીફ સ્ટ્રેટેજિક તરીકે જિયો સાથે જોડાયા હતા. આજે જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં સામેલ છે. આ સાથે જ યૂઝર બેઝ પ્રમાણે દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં સામેલ થઈ છે. જ્યારે બિઝનેસ ડિસ્ટ્રિબ્યૂટ કરવાની વાત આવી તો આકાશ અંબાણીના હાથમાં ટેલિકોમ બિઝનેસ સંપૂર્ણ રીતે આવી ગયો છે. વર્ષ 2023ના મીડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ જીયોની વેલ્યુએશન 58 બિલિયન ડોલર આંકવામાં આવી છે. 

ઈશા અંબાણી પાસે આ બિઝનેસ
ઈશા અંબાણી હાલના સમયમાં નવા બિઝનેસ લીડર તરીકે ઉભરી છે. હાલ તે રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ, જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ, અને રિલાયન્સ ફાઉન્ડેશન (આરએફ), રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્સ્ટીટ્યૂશન ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તથા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ બોર્ડમાં સભ્ય તરીકે કામ કરે ચે. ઈશા પાસે મુખ્ય રીતે રિટેલ બિઝનેસ છે. મીડિયા રિપોર્ટ મુજબ રિટેલ બિઝનેસની વેલ્યુએશન 100 બિલિયન ડોલર આંકવામાં આવી છે. 

અનંત અંબાણીને આ જવાબદારી
થોડા સમય પહેલા અનંત અંબાણી પોતાની પ્રી વેડિંગ સેરેમનીને લઈને ખુબ ચર્ચામાં રહ્યા. તેઓ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણીએ અનંતને એનર્જી અને ન્યૂ-એનર્જી કારોબાર સંભાળવાનું કહ્યું છે. હાલ મુકેશ અંબાણી પોતે આ બિઝનેસ પર વધુ ધ્યાન આપે છે. રિલાયન્સ સ્ટ્રેટેજિક  રીતે ન્યૂ એનર્જી ક્ષેત્રમાં વધુ રોકાણનું પ્લાનિંગ કરે છે. જિયો પ્લેટફોર્મ લિમિટેડ અને રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના બોર્ડમાં એક ડાયરેક્ટર તરીકે અનંત ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કંપનીના બિઝનેસને આગળ વધારી રહ્યા છે. 

મુકેશ અંબાણીને નેટવર્થ
મુકેશ અંબાણીની નેટવર્થની વાત કરીએ તો બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 113 બિલિયન ડોલર છે. આ વર્ષે નેટવર્થમાં 16.3 બિલિયન ડોલરનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 81 બિલિયન ડોલર હતી. 

કેવી રીતે થયું હતું નુકસાન
ધીરુભાઈ અંબાણી વસિયતનામું છોડીને ન ગયા તેના કારણે મુકેશ અંબાણીને પણ મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. ભાગલામાં રિલાયન્સ ગ્રુપની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સની કમાન અનિલ અંબાણીને મળી હતી. જ્યારે ટેલિકોમ બિઝનેસ એ મુકેશ અંબાણીનો બ્રેઈન ચાઈલ્ડ હતો. મુકેશ અંબાણીએ પોતાના ખુદના ટેલિકોમ બિઝનેસને શરૂ કરવા માટે લાંબી રાહ જોવી પડી હતી. ત્યારબાદ તેમણે રિલાયન્સ જિયોની શરૂઆત કરી જે આજે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જો ભાગલા પડ્યા તે વખતે મુકેશ અંબાણીને આરકોમ મળી હોત તો આજે એ કંપની ક્યાંની ક્યાં પહોંચી ગઈ હોત? 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news