ઝી બ્યુરો/ખેડા: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે સૌથી વધુ રક્તરંજીત બનેલો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટી ઘટનાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Modi સરકારના પહેલાં 100 દિવસ કેમ હોય છે ખાસ? ગુજરાતથી ચાલ્યો આવે છે સિલસિલો


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.


મોદી રાજમાં ઉછળ્યા ગુજરાતની કંપનીઓના શેર, 5 વર્ષમાં આપ્યું 1892% સુધીનું રિટર્ન


આ અક્સ્માત થતાં જ 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સાથે જ એક્સપ્રેસ હાઈ-વેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.