નિલેશ જોષી, વાપી: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધા ગામે એક કંસ્ટ્રક્શન સાઈડ ઉપર લેબર કોન્ટ્રાક્ટરે શ્રમિક મહિલા ઉપર દુષ્કર્મ આચાર્યુ હતું. જે ઘટનામાં ફરિયાદ બાદ પોલીસે આરોપી કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝડપાયેલા કોન્ટ્રાક્ટર મજૂરી કામ કરતી મહિલાઓની એકલતાનો લાભ ઉઠાવી છેડછાડ પણ કરતો હતો અને મહિલાઓ સાથે બળજબરી કરતો હતો. જોકે તેને એક મહિલાની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને ધમકી આપી હતી. જોકે મહિલા ઘટનાની જાણ પરિવારના સભ્યોને જણાવતા સમગ્ર પરિવારના સભ્યોએ લેબર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ વાપી ટાઉન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.


મોટો ખુલાસો: મહિલાએ પહેલા બાળકને દત્તક લીધું અને બાદમાં આ કારણથી ત્યજી દીધું


વાપી તાલુકાના નામધા વિસ્તારમાં આવેલી કંસ્ટ્રક્શન સાઈડ ઉપર કામ કરતી શ્રમિક મહિલા ઉપર લેબર કોન્ટ્રાક્ટરની દાનત બગડી હતી. શ્રમિક મહિલાને કંસ્ટ્રક્શન સાઈડ ઉપર કામ કરવાના નામે મહિલાને બોલાવી હતી. લેબર કોન્ટ્રાક્ટરે શ્રમિક મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું અને માહિલને બદનામ કરવાની તેમજ નોકરી પરથી કાઢી મુકવાની ધાકધમકી આપી હતી. જોકે મહિલાએ હિમમત રાખી હતી અને ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરી હતી. પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube