તેજસ મોદી/ સુરત : કરોડ પ્રતિબંધિત એમ ડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રણ આરોપીની પૂછપરછમાં મુખ્ય આરોપી એવા એરોનોટીક્સમાં એન્જિનિયરિંગ કરનારા સંકેત અન્ય લોકો સાથે મળું એમ ડી ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે સંકેતના મિત્ર પ્રજ્ઞેશ ઠુમ્મર અને અગાઉ પકડાયેલા સલમાન ઝવેરીના ખાસ મિત્ર મોહંમદ સુફીયાન ઉર્ફે બાબા મેમણની ધરપકડ કરી છે. વરાછા એલ.એચ રોડ પર રંગ અવધૂત સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના દુધાળા ગામનો રહેવાસી પ્રજ્ઞેશ પ્રવિણ ઠુમ્મર એમડી ડ્રગ્સ બનાવવામાં મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે સંકેતની ધરપકડ બાદ કડોદરા ખાતે એક કેમિકલ ફેકટરીમાં દરોડા પડ્યા હતાં. આ ફેકટ્રીમાં સંકેતે જ પ્રજ્ઞેશ ઠુમ્મરને એમડી બનાવવાની રીત શીખવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શક્તિપીઠ અંબાજી મંદિરમાં આ વર્ષે નહી યોજાય નવરાત્રી, ગરબાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું


પ્રજ્ઞેશ ઠુમ્મર વાપીની કેમિકલ ફેકટ્રીઓમાંથી કેમિકલ મેળવતો હતો. ભગત અને રામુ નામના વ્યક્તિઓ કેમિકલ આપતા હતાં. પ્રજ્ઞેશ ઠુમ્મર જ સંકેતને ડ્રગ્સ બન્યા પછી કોને સપ્લાય કરવાનું તે બાબતેની પણ લાઇનદોરી પણ આપતો હતો. સાથે મળીને ડ્રગ્સ ધંધા કરતાં હોવાથી જે રૂપિયા મળતાં હતાં. તે પ્રજ્ઞેશ અને સંકેત સરખભાગે વહેંચી લેતા હતા. પ્રજ્ઞેશ ઠુમ્મર સાથે અન્ય લોકો પણ હોવાથી બેથી ક્રાઇમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારીનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો હોબાળો


ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં એવું સામે આવ્યું છે કે, પકડાયેલો આરોપી સલમાન એમ. ડી. ડ્રગ્સ પાલ રોડ પર આવેલા સુડા આવાસમાં રહેતા મોહંમદ સુફીયાન ઉર્ફે બાબા અશરફ મેમણને સપ્લાય કરતો હતો. ગ્રાહકો જેટલા માલનો ઓર્ડર આપતો તેટલું જ ડ્રગ્સ સલમાન પાસે સુફિયાન ખરીદતો હતો. સુફીયાન 20થી લઈ 50 ગ્રામના સુધીના પેકેટ લેતો હતો, ત્યાર બાદ સુફિયાન 1 થી 2 ગ્રામના પેકેટ બનાવી ગ્રાહકોને વેચતો હતો. એવું પણ તપાસમાં સામે આવ્યું છે કે સુફીયાને લોકડાઉન દરમિયાન પણ એમડી ડ્રગ્સ વેચી લાખોની કમાણી કરી હતી.


એસજી હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર ટક્કર, સિવિલ એન્જિનયર યુવકનું મોત


ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ સલમાને ખુલાસો કરતા કહ્યું છે કે, ડુમસના કણબીવાડ ખાતે આવેલા એક ભાડેના ફલેટમાં આદીલ સાથે મળી એમ. ડી. ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. સલમાન એમ ડી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ્સ મુંબઈથી લાવી ફલેટમાં સંતાડી રાખતો હતો. બાદમાં સંકેતને સપ્લાય કરતો હતો. વાતચીત ગુપ્ત રહે તે માટે સંકેત અને સલમાન મોબાઇલમાં વોટસએપ કોલનો ઉપયોગ કરતાં હતાં.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube