અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારીનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો હોબાળો

શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ મોતનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ. શહેરના 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વેજલપુરમાં દોડી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારીનું કેહવું છે કે, મરનારને અતિગંભીર બીમારી હતી. જેના કારણે કુદરતી મોત થયું છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં રડી રહેલ આ પરિવારજનોએ પોતાના ઘરના મોભીને ગુમાવી દીધા છે. પરિવાર પોલીસ ઉપર આરોપ પણ મૂકી રહ્યાં છે. પરિવારજનોનું કેહવું છે કે, તેમના પિતાને બીમારી હતી અને જેની દવા રાતે પોલીસ કર્મચારીઓ આપવા ના દીધી. જેના કારણે મોત થયું છે. મરનાર અબ્દુલ કાદરને જુગાર ચલાવવાના કેસમાં 7 આરોપીને  લાવવામાં આવ્યા હતા. જે તમામને ગઈ રાત્રીથી નજરકેદમાં હતા.

Updated By: Sep 27, 2020, 05:44 PM IST
અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારીનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો હોબાળો

ઉદય રંજન/અમદાવાદ: શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ મોતનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ. શહેરના 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વેજલપુરમાં દોડી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારીનું કેહવું છે કે, મરનારને અતિગંભીર બીમારી હતી. જેના કારણે કુદરતી મોત થયું છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં રડી રહેલ આ પરિવારજનોએ પોતાના ઘરના મોભીને ગુમાવી દીધા છે. પરિવાર પોલીસ ઉપર આરોપ પણ મૂકી રહ્યાં છે. પરિવારજનોનું કેહવું છે કે, તેમના પિતાને બીમારી હતી અને જેની દવા રાતે પોલીસ કર્મચારીઓ આપવા ના દીધી. જેના કારણે મોત થયું છે. મરનાર અબ્દુલ કાદરને જુગાર ચલાવવાના કેસમાં 7 આરોપીને  લાવવામાં આવ્યા હતા. જે તમામને ગઈ રાત્રીથી નજરકેદમાં હતા.

એસજી હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર ટક્કર, સિવિલ એન્જિનયર યુવકનું મોત

ઘટના કંઈ એમ છે કે, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર ચાલી રહ્યાં હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ ટિમને મળી હતી. કાલ બપોરે 7 લોકોની જુગાર રમતા આશરે 2 લાખને મુદ્દમાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અબ્દુલ કાદર રૂમ ભાડે રાખી જુગાર ચલાવી રહ્યાં હોવાનો આરોપ લાગયો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. વિજિલન્સ દ્વારા કેસ કરી રાતે વેજલપુર પોલીસને સોંપવામાં આવ્યું હતું. 

કોરોનાના નામે વેપારીઓ કરી રહ્યા છે મનમાની: એક્સપાયરી લખવાના સરકારી નિયમનો વિરોધ

વેજલપુર પોલીસ દ્વારા તમામ લોકોને નજરકેદ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ બાદ તમામ લોકોની ધરપકડ કરવાની હતી પરંતુ તે દરમ્યાન અબ્દુલ કાદર નું મોત થઈ જતા હોબાળો મચી ગયો હતો ..જોકે આ મામલે પોલીસે cctv પણ જાહેર કર્યા છે અને જેમાં કોઈએ માર નથી માર્યો અને આ એક આકસ્મિક મોત છે તેમ કહેવા માં આવ્યું છે. પોલીસ હવે લાશ નું પેનલ PM કરાવી આગળ ની તપાસ કરશે અને pm રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે મોત પાછળ નું કારણ શું છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube