એસજી હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર ટક્કર, સિવિલ એન્જિનયર યુવકનું મોત

Updated By: Sep 27, 2020, 05:05 PM IST
એસજી હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર ટક્કર, સિવિલ એન્જિનયર યુવકનું મોત
  • ઋત્વિક પટેલ નામના એક્ટિવા ચાલકનુ મોત નિપજ્યું છે. આ યુવક માત્ર 24 વર્ષનો હતો
  • થોડા દિવસો પહેલા ઈસ્કોન ચોકડી પર પણ એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યુ હતું

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદનો એસજી હાઈવે અકસ્માતોનો ઝોન બની રહ્યું છે. ત્યારે ફરી એકવાર એસજી હાઈવે (sg highway) એ એકનો ભોગ લીધો છે. એસજી હાઈવે પર આવેલી રાજપથ કલબ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક 
એક્ટિવા અને કાર ચાલક વચ્ચે અકસ્માત (accident) થતા એક્ટિવા ચાલક યુવકનુ મોત નિપજ્યું છે. 

આ પણ વાંચો : ‘અમે મરીશું, તો તમને સાથે લઈને મરીશું...’ અમદાવાદીઓની બેદરકારીના પુરાવા AMCએ આપ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજપથ ક્લબ પાસે GJ01 KD 0622 નામની એક કાર અને એક એક્ટિવાની ટક્કર થઈ હતી. જોકે, આ ટક્કર એટલી જોરદાર હતી કે, એક્ટિવા અને કાર ચાલક બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને 108 દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જેમાં ઋત્વિક પટેલ નામના એક્ટિવા ચાલકનુ મોત નિપજ્યું છે. આ યુવક માત્ર 24 વર્ષનો હતો. જે વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતો. 

અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. ચારેબાજુથી કારના ફુરજા નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હજી થોડા દિવસો પહેલા ઈસ્કોન ચોકડી પર પણ એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યુ હતું. બસની ટક્કરે બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું હતું. 

આ પણ વાંચો : ધારાસભ્યના વિવાદિત બોલ, ‘મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ કરનાર હજી સુધી પેદા નથી થયો’