ઉદય રંજન, અમદાવાદ: બદલાતા જમાના સાથે ગઠિયાઓએ પણ લોકોને લૂટવા માટેની પદ્ધતિ બદલી દીધી છે. પહેલા ગઠિયાઓ લોકોને લૂંટવા માટે તેની પાસે જતા હતા. પરંતુ હવે લોકો ગઠિયાઓ પાસે જઈ રહ્યા છે અને લૂટાઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંભાળવામાં થોડું અજીબ લાગે કે આખરે કોઇપણ વ્યક્તિ શું કામ લૂંટાવા માટે ગઠિયાઓ પાસે સામેથી જાય પરંતુ આ હકીકત છે. અજાણતા જ લોકો ગઠીયાની જાળમાં ફાસાય છે અને બાદમાં પસ્તાવવાનો વારો આવે છે. તેમાં અનેક સાયબર ફ્રોડ કરનારા વ્યક્તિઓના નંબર લખેલા છે. જો નંબરો પૈકી સાચો નંબર શોધવામાં સફળ ના થયા અથવા જે વેબ સાઈટ પર તમે સર્ફિંગ કરો છે. એ સિક્યોર નથી તો ચોક્કસ તમારૂ લુંટાવાનું નક્કી છે.


વધુમાં વાંચો: અલ્પેશ ઠાકોરની ભાજપ નેતા સાથે સેલ્ફી બની ચર્ચાનો વિષય, કોંગ્રેસ પણ હરકતમાં આવ્યું


અત્યારે સાયબર ફ્રોડ કરનારા આરોપીઓમાં નવો ટ્રેન્ડ આવ્યો છે. ગઠિયાઓ અલગ અલગ કંપનીની વેબ સાઈટ સર્ચ કરે છે અને તેમાં કોઇપણ કસ્ટમરે જો ઓનલાઇન ફરિયાદ કરી હોય અથવા કસ્ટમરકેરમાં કોલ કર્યો હોય તો એ વ્યક્તિની સમગ્ર વિગતો મેળવી તેને કોલ કરે છે. ગઠિયાઓ અને ફરિયાદ અનુસંધાને વાત કરી પૈસા પરત આપવાની લાલચ આપીને પૈસા પડાવી લે છે.


વધુમાં વાંચો: મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો


લગભગ કિસ્સામાં સામે આવે છે કે, ગઠીયાઓ દરરોજ નવી તકનીક અપનાવે છે. લોકોને છેતરવા માટે પરંતુ લોકોમાં એટલી જાગૃતતા આવતી નથી. કસ્ટમર કેરમાં કોઇપણ બાબતની જો ફરિયાદ કરવાની હોય તો જે તે કંપનીની અધિકારીક વેબ સાઈટ પર જઈને જ કોલ કરવો. જો થર્ડ પાર્ટી વેબસાઈટ પર જઈને જો ફરિયાદ કરવી હોય તો એ વેબ સાઈટ સિક્યોર છે કે નહિ એ પણ ચકાસવું ફરજીયાત છે.


વધુમાં વાંચો: સરકાર ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો માટે આંખ આડા કાન કરે છે: અમિત ચાવડા


અનેક વખત વાત ચર્ચાઈ છે. તેમ છતાં લોકો પોતાના બેંક ખાતાની વિગતો જાહેર કરી દેતા હોય છે. એટલે જ ગઠિયાઓ રૂપિયા સેરવી લેવામાં સફળ થાય છે. થોડા સમય અગાઉ જ એક આઈપીએસ અધિકારીના પત્નીએ પોતાની ફરિયાદ આજ રીતે થર્ડ પાર્ટી વેબ પેઇઝ પર ફરિયાદ નોંધાવી હતી અને ગઠિયાઓએ તેની વિગત મેળવી તેને છેતરી લીધા હતા.


વધુમાં વાંચો: ગુજરાતનો પ્રથમ કિસ્સો: ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં એક શખ્સની ધરપકડ


હાલમાં સાયબર ફ્રોડ આચરનારા અલગ અલગ રીતે છેતરપીંડી કરતા હોય છે. પરંતુ માત્ર પોલીસ ફરિયાદ કરવાથી કે પછી તેની સામે ફરિયાદ કરવા માત્રથી બચી શકાશે નહિ. જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. તેની સામે ગ્રાહકે પોતાને પણ એટલી જ કાળજી લેવી જરૂરી બની રહશે. નહિ તો એક પદ્ધતિથી છેતરાયા અને પોલીસ ફરિયાદ કરી તેમાંથી મુક્તિ મેળવી. પરંતુ જો જાગૃત નહિ હો તો અન્ય રીતે પણ ગાઠીયાઓ આપને છેતરી શકે છે. જેથી જાગૃત રહેવું જરૂરી છે.


જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...