ગુજરાતનો પ્રથમ કિસ્સો: ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં એક શખ્સની ધરપકડ

ગુજરાતમાં પ્રથમ વખત ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે.

ગુજરાતનો પ્રથમ કિસ્સો: ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં એક શખ્સની ધરપકડ

ઉદય રંજન, અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ વખત ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ એક સગીરાનો અશ્લિલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદમાં એક રાજસ્થાની શખ્સે પોતાના પારિવારિક ઝધડાનો બદલો લેવા માટે સગીરવયની યુવતીનો અશ્લિલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. બાદમાં સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમે કેસની તપાસ હાથ ધરી હતી.સાઇબર ક્રાઇમે આરોપી શખ્સની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં પહેલીવાર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ફરિયાદ નોંધાઇ છે.આરોપી ને આ કેસમાં 5 વર્ષ સુધી ની સજાની જોગવાઈ છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news