સરકાર ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો માટે આંખ આડા કાન કરે છે: અમિત ચાવડા
ભાજપાના શાસનમાં કોઇ સામાન્ય ખેડૂત પીવાના પાણી માટે પોતાની ખેતી બચાવાવા માટે અને પોતાના પશુ બચાવાવા માટે કેનાલમાંથી પાણી લેવાનું વિચારેતો તંત્ર દ્વારા તેને રોકવામાં આવે અને પોલીસ દ્વારા ખોટા કેસ તેને જેલમાં ઘકેલવાવામાં આવે છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: પાણી મુદ્દે ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે સરકાર ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો માટે આંખ આડા કાન કરે છે. નર્મદા નદીમાં સુરતના ડાયમંડ કીંગ સવજી ઘોળકીયાએ પોતના રીસોર્ટમાં જવા માટે બનાવેલા રસ્તાને લઇને કાંગ્રેસ પ્રમુખે કહ્યુ કે ભાજપાના શાસનમાં કોઇ સામાન્ય ખેડૂત પીવાના પાણી માટે પોતાની ખેતી બચાવાવા માટે અને પોતાના પશુ બચાવાવા માટે કેનાલમાંથી પાણી લેવાનું વિચારેતો તંત્ર દ્વારા તેને રોકવામાં આવે અને પોલીસ દ્વારા ખોટા કેસ તેને જેલમાં ઘકેલવાવામાં આવે છે.
જ્યારે બીજી બાજુ ઉદ્યોગપતિઓ ખુલ્લે આમ નદી પર રીસોર્ટ અને ફાર્મ હાઉસમાં જવા માટે નદીમાં અંતરાય ઉભો કરી રસ્તો બનાવે છે છતાં આ વાત સરકારને ધ્યાનમાં આવતી નથી. છેવટે આડંબરના ભાગ રૂપે સરકાર કાર્યવાહી કરે છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે આ રાજમાં માલેતુજારો અને ઉદ્યોગપતિઓ માટે નિયમોની એશી તેસી કરવી ખુબસહેલી છે અને ગરીબ માણસ માટે નિયમોનો સરકાર અમલ કરાવે છે. ઉનાળાના કપરાં દિવસોમાં ગુજરાતની પ્રજા નર્મદાના પાણીની રાહ જોઇને બેઠી છે. ત્યારે આવા મોટા લોકો દ્વારા કરાતી પાણીની ચોરી અટકાની સામાન્ય પ્રજાને આપવુ જોઇએ.
ગુજરાતમાં પીવાના અને સિચાઇના પાણી માટે આદોલન ચલાવશે. ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના તમામ આગેવાનોને જિલ્લા અને તાલુકા વાર પાણીની સ્થિતિનો અહેવાલ તૈયાર કરવાના આદેશ આપ્યા કોંગ્રેસ પ્રમુખના કહેવા પ્રમાણે ગુજરાતની ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જળ સંચયના નામે લાખો બોરી બંધ બનાવામાં આવ્યા જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર થયો તળાવા ઉંડા કરવાના નામે પણ ભ્રષ્ટ્રાચાર કર્યો. જ્યારે આજે રાજ્યની સ્થિતિ એ છે કે રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ઉભી થઇ છે.
રાજ્યની ભાજપ સરકાર દ્વારા નવેમ્બર-2018માં 81 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છતાં સરકાર દ્વારા ઉનાળાનું કોઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું નહિ. ગુજરાતના પ્રદેશ આગેવાનો તા. 7મે થી તા.10મી મે દરમિયાન સમગ્ર ગુજરાતમાં પાણી અંગેની જે પણ સમસ્યાઓ ઉભી થઇ છે. કેટલાં પ્રમાણમાં થઇ છે, કોના કારણે ઉભી થઈ છે અને ઉકેલ શું આવે, તે અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા આ ત્રણ દિવસની અંદર રીપોર્ટ તૈયાર કરી પ્રદેશ સુપ્રત કરવામાં આવશે. આ રીપોર્ટ પરથી પાણીની સમસ્યા કેમ કરીને જલ્દી ઉકેલાય તે માટે હાઈ કમાન્ડ નક્કી કરે તે મુજબ સમગ્ર ગુજરાતના વિવિધ જીલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ રજૂઆતો કરશે.
ભાજપાના નેતાઓ હાર ભાળી જતાં નિમ્ન કક્ષાના નિવેદન આપી રાજનિતિ કરી રહ્યા છે. આ આક્ષેપ કર્યો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી માટે કરેલા નિવેદનને લઇને તેમની સામે મધ્યપ્રદેશમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેને લઇને ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાડવાએ કહ્યુ કે ચૂંટણીમાં હાર ભરી ગયેલા ભાજપના નેતાઓએ હલકા સ્તરની નિવેદનબાજી કરી હતી. એક સ્તરથી નીચે ઉતરીને ભાષણબાજી કરનાર સામે કાર્યવાહી થઇ રહી છે. હલકી નિવેદનબાજી કરનારને ન્યાયિક લડાઈમાં જવાબ આપવો પડશે. નીચા સ્તરની નિવેદનબાજી કરનારને પ્રજા પણ જવાબ આપશે. નાંધનીય છે કે મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધીને ઉદ્દેસીને ગલુડિયું શબ્દપ્રયોગ કર્યો હતો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે