`Crime Branch નો અધિકારી છું, તારા ફસાયેલા પૈસા પાછા અપાવીશ` કહી 12 લાખ ખંખેર્યા
દીપક મહીડા જે પોતે ચિટર હોવા છતાં લોકોને ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ના પોલીસકર્મી તરીકે ઓળખ આપતો હતો.
મૌલિક ધામેચા, અમદાવાદ: છેતરપિંડી (Froud) નો ભોગ બનેલા કાપડના વેપારીને ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ના કર્મચારી તરીકે ઓળખ આપી છેતરપિંડી (Froud) કરનાર વિરુધ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. આરોપીએ ભોગ બનનાર વેપારીને પોતે ક્રાઈમ બ્રાંચ (Crime Branch) માં ફરજ બજાવે છે તેવી ઓળખ આપી ફસાયેલા નાણા કઢાવી આપવાની લાલચ આપી હતી. જે બાદ વેપારી પાસેથી અન્ય 12 લાખની છેતરપિંડી (Froud) કરી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું? ડુપ્લીકેટ રિવોલ્વરની પુછપરછ કરતા ઓરિજનલ બંદુક મળી આવી
દીપક મહીડા જે પોતે ચિટર હોવા છતાં લોકોને ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ના પોલીસકર્મી તરીકે ઓળખ આપતો હતો. અને લોકો પાસેથી રૂપિયા ખંખેરતો હતો. આરોપી એ અમદાવાદ (Ahmedabad) ના એક કાપડના વેપારી આનંદ શુક્લાને મદદ કરવાના બહાને તેમની પાસેથી 12.85 લાખની છેતરપિંડી કરી હતી. આરોપી દીપક પોતે ક્રાઈમ બ્રાંચનો અધિકારી છું. અને તમારા ફસાયેલા નાણા પાછા અપાવીશ તેવી બાંહેધરી આપી રૂપિયા પડાવ્યા હતા.
Tesla ની કાર મુંદ્રામાં અને Google નો ફોન ધોલેરામાં બનશે? જાણો કઇ રીતે
પરંતુ વેપારીએ ફરિયાદની વાત કરતા 7.85 લાખ પરત આપી 5 લાખ આપ્યા ન હતા.જેથી ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ કરતા સામે આવ્યુ કે તેણે નડીયાદ (Nadiad) માં પણ એક મહિલા સાથે 4 લાખની છેતરપિંડી કરી છે. જેથી નડીયાદ પોલીસે (Nadiad) ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
જેથી ક્રાઈમ બ્રાંચે (Crime Branch) આરોપીના ટ્રાન્સફર રિમાન્ડ મેળવી ધરપકડ માટે ની તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપી પાસે ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ના અધિકારીનુ આઈકાર્ડ છે કે કેમ અને તેનો ક્યાં ક્યા ઉપયોગ કર્યો છે. તે અંગે તપાસ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ક્રાઈમ બ્રાંચ (Crime Branch) નું આઈકાર્ડ ક્યાં બનાવ્યું તેની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube