2006ના અમદાવાદ બ્લાસ્ટ કેસનો વધુ એક આરોપી પકડાયો
2006ના અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓ અસલમ કાશ્મીરી અને ઈલિયાઝ આરોપીઓને તેણે પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આ આરોપીઓને તેણે બાંગ્પાલાદેશ બોર્ડર ક્રોસ કરાવી હતી
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને મરીન પોલીસે બંગાળ બોર્ડર પરથી 2006ના અમદાવાદ કાલુપુર બ્લાસ્ટનો અબ્દુલ રઝા ગાઝી નામના આરોપીને પકડી લીધો છે. અબ્દુલ રઝાએ 2006 બ્લાસ્ટના તમામ આરોપીઓને બાંગ્લાદેશથી બહાર મોકલવા મદદ કરતો હતો. આ માટે તેણે રૂપિયા પણ લીધા હતા. તે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો.
રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમીન ખરીદીના નિયમોમાં કર્યો મોટો બદલાવ
આ વિશે મરીન ગુજરાતના આઈજી ઈમ્તીયાઝ શેખે જણાવ્યું કે, અમદાવાદ બાંગ્લાદેશ બોર્ડર પરથી અબ્દુલ નામના આરોપીની ધરપકડ કરાઈ છે. તે લશ્કર-એ-તૈયબાનો સક્રિય સભ્ય હતો. બહારની રાજ્યની પોલીસની પૂછપરછમાં ગુજરાત બ્લાસ્ટનું કનેક્શન ખૂલ્યું છે. જેના બાદ ગુજરાત એટીએસ એક્ટિવ થયું હતું. અબ્દુલની માહિતી પર ગુજરાત એટીએસ દ્વારા 6 મહિના સર્વેલન્સ રખાયું હતું. આખરે ત્રણ દિવસના ઓપરેશન બાદ અબ્દુલ રઝા ગાઝી પકડાયો હતો. અબ્દુલ રઝા ગાઝી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. જે ભારતમાઁથી બાંગ્લાદેશ બોર્ડર પાર કરાવવાની કામગીરી કરતો હતો. જેના માટે તે રૂપિયા પણ લેતો હતો. બાતમીના આધારે અમે વોચ ગોઠવી હતી. જેમાં અબ્દુલ પશ્ચિમ બંગાળના વશીરહાટ બાંગ્લાદેશ બોર્ડર પરથી પકડાયો હતો. પશ્ચિમ બંગાળની પોલીસની મદદથી તેને પકડી શકાયો હતો. હાલ તેના રિમાન્ડ મેળવીને અહી લાવવામાં આવ્યો હતો.
ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી, આવતીકાલે ફરીથી કોંગ્રેસમાં જોડાશે
તેમણે વધુમાં કહ્યું કે, અબ્દુલ રઝાએ અનેક લોકોને બોર્ડર પાર કરાવી હતી. તે પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે. તે આ પ્રકારની પ્રવૃત્તિ વર્ષોથી કરે છે. 2006ના અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓ અસલમ કાશ્મીરી અને ઈલિયાઝ આરોપીઓને તેણે પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આ આરોપીઓને તેણે બાંગ્પાલાદેશ બોર્ડર ક્રોસ કરાવી હતી. જેઓ પાકિસ્તાન જવા નીકળ્યા હતા. તેના સિવાયના એક ગુનાના આરોપી અબુ જિંદાલને બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરાવી હતી. અમદાવાદ 2006 બ્લાસ્ટ કેસના કુલ 11 આરોપી હતા. જેમાંથી 8 જેટલા આરોપી પકડાવાના બાકી છે. તેમજ 3 આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. બેંગલોર બ્લાસ્ટ કેસના આરોપીઓને પણ અબ્દુલ રઝાએ બોર્ડર પાર કરાવી હોય તેવી શંકા છે.
ઉલ્લેખનીય છે કે, 2006ના રોજ રાત્રે 1.45 ના સમયે અમદવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 અને 2 પર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. તેને કારણે શહેરમાં દહેશત અને ભયનું વાતાવરણ ઉભુ થયું હતું. આ કેસમાં પકડાયેલા આરોપી પાસેથી અનેક માહિતી મળી શકે છે.
ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....
4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી
પાટીલે જુનાગઢના ભાજપના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો, લોકોના કામ કરવા ટકોર કરી
ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભીલોડામાં મધરાતે તૂટી પડ્યો વરસાદ...
સુધારા પર છે ભરતસિંહ સોલંકીની તબિયત, સીમ્સ હોસ્પિટલે આપ્યા લેટેસ્ટ અપડેટ