અમદાવાદ : ગોમતીપુરમાં વિજય પેટ્રોલપંપ પાસે કાર અને લોડિંગ રિક્ષા વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો. જેમાં કારને સામાન્ય નુકસાન થતા કાર માલિકે રિક્ષાચાલક પાસે અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. પૈા માટે આરોપીઓ ગાડીમાં અપહરણ કરી ચાલકને હુકા ગામે લઇ ગયા હતા. ગામની સીમમાં આરોપીને માર મારી 5 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. જો કે સ્થાનિકો એકત્ર થઇ જતા આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે ગોમતીપુર પોલીસ દ્વારા ગાડીના નંબરના આધારે તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજના કોટડા ચકાર નજીકની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, દુરદુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગજાનંદ નગરમાં રહેતા રામમિલન ભીખાલાલ કેવટ લોડિંર રિક્ષા ટેમ્પો ચલાવે છે. ટેમ્પોમાં ચવાણાનો માલ ભરી મજુરો સાથે નિકળ્યા હતા. રિક્ષાનો ટર્ન લેતી વખતે વિજય પેટ્રોલપંપ પાસે બીઆરટીએસ રૂટમાં આવતી કાર સાથે સામાન્ય ટક્કર થઇ હતી. જેમાં ગાડીના દરવાજાને સામાન્ય ઘસરકો પડી ગયો હતો. જો કે કારના માલિકે તેની પાસે અઢી લાખ રૂપિયાની માંગ કરી હતી. રસ્તા પર ગાળો બોલીને ઝગડો કરવા લાગ્યા હતા. 


ગીર સોમનાથમાં અનરાધાર: ખેડૂતોની કફોડી સ્થિતી, લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબુર

કાર સવાર બંન્ને શખ્સોએ લોડિંગ ટેમ્પોની ચાવી, રામ મિલનનું આધારકાર્ડ અને રાશનકાર્ડ ઝુંટવી લીધા હતા. રામ મિલનને કારમાં બેસાડીને તેનું અપહરણ કરીને કાર કઠવાડાની ઝાંક જીઆઇડીસીથી આગળ લઇ ગયા હતા. ઉજ્જડ વિસ્તારમાં રામ મિલનને માર મારીને 5 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. જો કે બુમાબુમ થતા ખેતરમાં કામ કરતા લોકો દોડી આવતા તેઓ નાસી છુટ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર