ઈ-ચલણનો મેસેજ આવે તો સાવધાન, માત્ર 12 પાસ ગઠિયાની ચાલમાં અમદાવાદીઓએ લાખો ગુમાવ્યા
Ahmedabad News: અમદાવાદીઓને ઈ-ચલણના ખોટા મેસેજ મોકલીને છેતરપિંડી કરનારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ ઝારખંડથી એક શખ્સની ધરપકડ કરી લીધી છે.
ઉદય રંજન/અમદાવાદ: કહેવાય છે ને કે જેટલી સગવડ એટલી જ અગવડ પણ... ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદવાસીઓને મોબાઈલમાં એક મેસેજ આવતો હતો કે તમે ટ્રાફિકના નિયમ ભંગ કર્યો છે તો તેનું ચલણ ભરવા માટે નીચેની આ વેબસાઈટ પર echallanparivahan.in દંડ ભરી દેવો.
ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ વિસ્તારોમાં પડશે કડાકા- ભડાકા સાથે ધોધમાર વરસાદ!
જોકે આ વેબસાઈટ સાયબર ગઠિયાઓએ પોતાની રીતે બનાવી હતી. પૈસા પડાવવા માટે બનાવી હતી. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ લાગી ગઈ હતી અને વેબસાઈટના આઈપી એડ્રેસના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે સુધાંશુ મિશ્રાની ઝારખંડથી ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુધાંશુ મિશ્રા માત્ર 12 પાસ છે અને સાયબર ક્રાઇમના ગુના કરવાની ટેવ વાળો છે ત્યારે પોલીસે હાલ એ તપાસ શરૂ કરી છે કે આ એક જ વ્યક્તિ આ આખું કૌભાંડ આચરતો હતો કે અન્ય કોઈ પણ એની સાથે છે.
આવો કોલ આવે તો ચેતી જજો! એક મહિલા સહિત 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા, ચાલતુ હતું આ કામ
આ સાયબર ગઠિયાની શું છે મૉડસઓપરેન્ડી?
સૌ પ્રથમ ગુગલમાં ahmedabad traffic fine સર્ચ કરતો. ત્યારબાદ Ahmedabad City Police ખોલી તેમાં Welcome to Ahmedabad Traffic Police, Challan payment system નામનું પોર્ટલ ખુલતું. અમદાવાદ પાસીંગના વાહનના ગમે તે નંબર રેન્ડમલી નાખી બાદ કેપ્ચા કોડ નાખી ઓપન કરતો અને જેમાં ફાઇનની વિગત બતાવવામાં આવે તે વાહનનો નંબર નોટ કરી લેતો. તે પછી ગુગલમાં royal sundaram renewal નામના વેબ પેજ ખોલી તેમાં Buy/Renew Car Insurance Online નામનું પેજ ખોલી તેમાં જે વાહનોના ઇ-મેમોના ફાઈન શોધેલ હોય તે વાહનના નંબર નાખતો અને તેમાંથી વાહનનો ચેસીસ નંબર મેળવતો અને પછી m parivahan app માં જે તે વાહનનો નંબર અને ચેસીસ નંબરના છેલ્લા 5 આંકડા નાખી કન્ટીન્યુ રાખી, તેમાંથી વાહન ચાલક નો મોબાઇલ નંબર મેળવતો હતો. તે મોબાઇલ નંબર નોટ કરી લેતો.
Visa Temple: આ ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં, માનતા પૂરી કરે છે દાંલા મા
ત્યારબાદ Ahmedabad Traffic Police, Challan payment system નામનુ વેબ પેજ ખોલી જે વાહનના ઇમેમાના ફાઇનની વિગત મેળવેલ હોય તે વાહન ચાલક ના મોબાઇલ નંબર પર કોલ કરતો અને તેમને પોતે અમદાવાદ ટ્રાફિક પોલીસના કલેકશન ડિપાર્ટમેન્ટ માંથી બોલુ છું. તમારા વાહન પર 100,500,1000 ઇ-મેમા ફાઇન બતાવે છે. તેમ કહી ફાઇન ભરવા માટે જણાવતો. ફાઈન નહીં ભરો તો તમને નોટીસ આપવામાં આવશે અને તમારે કોર્ટમાં જઈ દંડ ભરવો પડશે. જેથી જે વાહન ચાલક ફાઇન ભરવા તૈયાર થાય તેને તેના વાહન નંબરના મેપનો સ્ક્રીન શોટ અને QR કોડ અગર તો httpsechallan.Parivahan.in (લીંક મોકલતો અને જે તે વાહન ચાલક મેમો ભરવા અંગેના સ્ક્રીનશોટ મારા મોબાઈલ નંબર પર મોકલતો હતો. જેથી તે વાહન ચાલકને હું ફોન કરી 72 કલાકમાં તમારો ફાઇન કલીયર થઇ જશે તેમ જણાવતો અને જે વાહન ચાલક આવા ઓનલાઇન ફ્રોડ થાય છે તેમ જણાવી મેમો ભરવાની ના પાડે તો તેને ગુગલ પર નજીકના ટ્રાફિક પોલીસ બાબતે સર્ચ કરી ત્યાં મેમો ભરી દેવા જણાવતો હતો.
નકલી નોટનો અસલી વેપાર! એક દુધ વેચતા યુવકની મદદથી સમગ્ર રેકેટનો આ રીતે કર્યો પર્દાફાશ
જે વાહન ચાલકોને પોતે અને રૂમ ફોન કરતા તેના સીમકાર્ડ, UPI આઇડી, httpsechallan.Parivahan.in લીંક મોકલતા તે સીમકાર્ડ, UPI આઇડી અને httpsechallan. Parivahan.in આ રીતે આ પૈસા તેના સાથી પલ્ટનને આપતો હતો અને તેના પૈસા પણ પલ્ટન દાસ પાસે જતા હતા અને પલ્ટન દાસ 20 ટકા પૈસા કાપી બાકીના નાણાં તે ઓને આપતો હતો. તેમજ જે મોબાઇલ નંબરથી ફોન કરતા તે મોબાઇલ નંબર ના સીમકાર્ડ થોડા થોડા દિવસે તોડી નવા મોબાઇલ નંબરનો ઉપયોગ કરતા અને તે નંબરોમાં ગુજરાત પોલીસનો લોગો પણ ઉપયોગમાં લેતા હતા.
ડાયમંડ નગરીમાં સૌથી મોટી ચોરી! નોકરી માંગવા આવેલો કર્મચારી 'કળા' કરી ગયો!
ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં લખો રૂપિયા આ ગેંગ પડાવી ચુકી છે ત્યારે પોલીસે આરોપીઓના બેન્ક એકાઉન્ટ સહીત કેટલા વાહન ચાલકો પાસેથી પૈસા પડાવ્યા છે એ અંગે પણ તપાસ શરૂ કરી છે.