મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં પૌત્રએ જ દાદાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં ફ્રીજના કારણે સામાન્ય તકરારમાં પુત્રવધુ સસરા અને દિયરો સાથે ઝઘડો કરતી હતી. ત્યારે માતાનું ઉપરાણું લઇ સગીર પુત્ર તેના મિત્ર સાથે દાદા તથા કાકાને છરીના ઘા મારી દેતા દાદાનું મોત થયું હતું. જ્યારે આરોપી સગીરના કાકાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ રખિયાલ પોલીસે દાદાને મોતને ઘાટ ઉતારનાર પૌત્ર અને પુત્રવધુની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રખિયાલ વિસ્તારમાં રહેતા શરદકુમાર હરીકેશ ઠાકુર તેમના ભાઇ પંકજ અને પિતા સાથે રહે છે. તેમની પાસે જ તેમનો મોટો ભાઇ સંજય તેની પત્ની અંજલી, દિકરી માનસી અને સગીર દિકરો સાથે રહે છે. શરદ અને પંકજે લગ્ન કર્યા ન હોવાથી તેઓ મોટા ભાઇ સંજયના ત્યાં જ જમવા જતા હતા. અને રાત્રે નજીકમાં જ આવેલા પોતાના મકાનમાં જઇ સુઇ જતા હતા. જો કે, ત્રણ દિવસ પહેલાં અંજલી સાથે ઝઘડો થયો હતો જેથી શરદ,પંકજ પોતાના પિતા હરીકેશ સાથે અલગ જ રહેવા-જમવાની વ્યવસ્થા કરી જતા રહ્યાં હતાં. આ દરમિયાન શુક્રવારે રાત્રે શરદ, પંકજ તથા પિતા હરીકેશ ઘરે હાજર હતા. ત્યારે અંજલી ત્યાં આવી હતી અને કહ્યું હતું કે મારું ફ્રીજ તમારા ત્યાં પડ્યું છે જે આપી દો. જે સામાન્ય બાબતે તકરાર ઉભી થઈ હતી.


ઢોગીં ધનજી ઓડની મુશ્કેલીઓ વધી, ગાંધીનગર કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી


આ સમયે અંજલી એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી અને બિભત્સ ગાળો બોલવા લાગી હતી. આ દરમિયાન 17 વર્ષિય ભત્રીજો ત્યાં તેના એક મિત્રને લઇ આવ્યો હતો. તેણે માતાનું ઉપરાણું લઇ કાકા અને દાદા સાથે ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન શરદને ઘક્કો મારતા તે નીચે પડી ગયો અને તેમના પિતા હરીકેશ ત્યાં આવતા ઉશ્કેરાયેલા પૌત્રએ દાદાને જ ચાકુ મારતા આસપાસના લોકો આવ્યા હતા.


વિધાનસભા પેટાચૂંટણીની 7 બેઠકો માટે કોંગ્રેસે માઈક્રો પ્લાનિંગ શરૂ કર્યું


આમ છતા પૌત્ર રોકાયો ન હતો તેણે કાકાને પણ છરીનો ઘા મારી દીધો હતો. જેથી હાજર લોકોએ તેને ઝડપી લીધો હતો. ઉપરાંત લોહીલુહાણ હાતલમાં હરીકેશભાઇ અને શરદ તથા પંકજને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં.જ્યાં હરીકેશભાઇનું મોત નીપજ્યું હતું. જ્યારે સગીર આરોપીના કાકા શરદકુમારની તબીયત સુધારા પર છે પણ કાકા પંકજની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસે શરદની ફરિયાદ લઇ સગીર ભત્રીજો અને ભાભી અંજલીની ધરપકડ કરી છે.


જુઓ LIVE TV :