વિધાનસભા પેટાચૂંટણીની 7 બેઠકો માટે કોંગ્રેસે માઈક્રો પ્લાનિંગ શરૂ કર્યું
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય મેળવ્યા બાદ હવે વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે પ્રયાસો શરૂ કર્યાં છે. કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણી તથા કાર્યકર્તાઓ અને આગેાવનો સાથે બેઠક યોજાઈ હતી. પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. જેમાં તમામ સાત બેઠકો માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેવુ કોંગ્રેસનું કહેવું છે.
નવા પ્રદેશ પ્રમુખની શોધમાં ભાજપ, શું પાટીદાર-સવર્ણ પ્રમુખની થિયરી રિપીટ કરશે?
પેટા ચૂંટણીની બેઠકો અંગે અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે, બેઠકવાર સમીક્ષા કરાશે. સીનિયર આગેવાનોનો માર્ગદશન હેઠળ જ્યા ચૂંટણી થવાની છે, ત્યાં માઈક્રો લેવલનું પ્લાનિંગ કરાયું છે. તાલુકા, જિલ્લા વાઈઝ જવાબદારી સોંપવામાં આવી હતી. અમારા આગેવાનો ફિલ્ડમાં ગયા છે. આજે તમામનું સીટવાઈઝ સમીક્ષા બેઠક પ્રભારી દ્વારા આયોજિત કરાઈ હતી. એક વિધાનસભામાં તાલુકા-જિલ્લા પંચાયત દીઠ જવાબદારી સોંપવામાં આવી છે. પેટા ચૂંટણીમાં જીતના નિર્ધાર સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે. ઉમેદવાર પસંદગી અંગે કાર્યકર્તાઓને અવાજને સાંભળવામાં આવશે. ઉમેદવાર પસંદગી અંગે આગેવાનોને પ્રજાના અભિપ્રાય લેવાની પણ સૂચના અપાઈ છે.
ગુજરાત કોંગ્રેસે શરૂ કરેલી પેટાચૂંટણીની તૈયારીના ભાગરૂપે પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારની પસંદગી અને કામગીરીનો રિવ્યુ કરવામાં આવશે. બાયડ, મોરવા હડફ, લુણાવાડા, થરાદ, રાધનપુર, ખેરાલુ, અમરાઈવાડી આ ક્રમમાં બેઠક યોજાનાર છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે