ઢોગીં ધનજી ઓડની મુશ્કેલીઓ વધી, ગાંધીનગર કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડને ગાંધીનગર કોર્ટે ફરી એક મોટો ઝટકો આપ્યો છે. ધનજીએ કાયદાનો પણ સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં પણ તેને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર કોર્ટે ધનજીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડને ગાંધીનગર કોર્ટે ફરી એક મોટો ઝટકો આપ્યો છે. ધનજીએ કાયદાનો પણ સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં પણ તેને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર કોર્ટે ધનજીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી છે. ઉલ્લેખનીય છે કે, ધનજી ઓડની આગોતરા જામીન અંગે આજે ગાંધીનગરની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંન્ને પક્ષોની દલીલ કોર્ટે સાંભળી હતી.
ધનજી ઓડના વકીલે કોર્ટે સમક્ષ એવી દલીલો પણ કરી હતી કે, ધનજી ઓડ વિરુદ્ધ જે અરજી થઇ છે, જે ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી છે. આથી જામીન રદ કરવામાં આવે છે. ધનજી હિન્દૂ ધર્મનાં પ્રચાર માટે સભા કરે છે. પોલીસ જ્યારે તપાસ માટે બોલાવશે ત્યારે ધનજી ઓડ હાજર થઈ તપાસમાં સહયોગ આપશે. 'ઢબુડી મા'એ આગોતરા જામીનની સુનાવણી પહેલા જ એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, 'દરેક ભાવિ ભક્તોને રામ રામ, દરેક ભક્તો ખૂબ દુ:ખી થઈ ગયા છે. ઘણાં લોકોના મનને ઠેસ પહોંચી છે.ધીરે ધીરે લોકોની આસ્થામાં વધારો થયો હતો. મેં પ્રવચનો દ્વારા લોકોને ઘણું શીખવાડ્યું છે. બહેનોને મર્યાદા શિખવાડવી છે.
વિધાનસભા પેટાચૂંટણીની 7 બેઠકો માટે કોંગ્રેસે માઈક્રો પ્લાનિંગ શરૂ કર્યું
કોને કરી હતી ધનજી વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી ?
ધનજી ઓડ વિરુદ્ધ બોટાદના રહેવાસી ભીખાભાઈએ એક અરજી કરી હતી. અને જેમાં તેના પુત્રનો મોત પાછળ ધનજીને જવાબદાર ઠેરવ્યો હતો. અરજીમાં કરવામાં આવ્યો હતો કે, પોતાના પુત્રની કેન્સરની દવા ધનજીએ બંધ કરી દેવાની સલાહ આપી હતી. અને જેનાથી તેના પુત્રનું મોત થયું છે.
નવા પ્રદેશ પ્રમુખની શોધમાં ભાજપ, શું પાટીદાર-સવર્ણ પ્રમુખની થિયરી રિપીટ કરશે?
ઉલ્લેખનીય છે કે, ધનજી ઓડ છેલ્લા બે વર્ષથી રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ગાદી બેસાડી પોતે ઢબુડી માતા હોવાની વાત કરી લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતો હતો. ત્યાં અનેક પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ પણ જતા હતા. જોકે ઢબુડીનો પર્દાફાશ થતા તે ભુગર્ભમાં ઉતરી ગયો છે અને હવે તો તેને પોલીસ સ્ટેશનમાં હાજર થવુ પડશે કારણ કે, તેની આગોતરા જામીન પણ રદ થઈ ગઈ છે. જોકે બીજી બાજુ મકાન માલિકે પણ મકાન ખાલી કરવા નોટિસો આપી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે