મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના વટવા વિસ્તારમાં યુવતીના પૂર્વ પતિએ તેની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે ચપ્પુના 27 ઘા મારીને હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.આ બાબતે યુવતીના હાલના પતિ મહેશ ઠાકોરએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુરમાં ટીમલી લોહીયાળ બની, એક સ્ટેપ જેવી સામાન્ય બાબતે બે યુવાનોની હત્યા


મહત્વનું છે કે હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલા તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા અને પોતાના બે બાળકો અજયને આપીને મહેશ ઠાકોર સાથે ચોટીલા મંદિરમાં ફુલહાર કર્યા હતા અને ત્યારથી તેની સાથે રહેતી હતી.બુધવારે રાતના સમયે હેમાના ઘરે તેનો પૂર્વ પતિ અજય ઠાકોર તેમજ તેના બે મિત્રો જેમાં એક ભાવેશ અને અન્ય એક શખ્સે જઈને ચપ્પુના ઘા મારી તેની હત્યા નીપજાવી હતી.


રાજસ્થાન રમી રમવા ગયેલા ગુજરાતી શકુનીઓને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા


જોકે આ સમગ્ર ઘટના પડોશીએ નરી આંખે જોઈને મૃતક યુવતીના પતિને જણાવી હતી.જેથી મહેશ ઠાકોરે આ મામલે એક યુવતી સહિત ચાર વ્યક્તિઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇકો કારમાં આવેલા મૃતક યુવતીનો પૂર્વ પતિ અને તેના બે મિત્રો અને એક યુવતીની આ બાબતે સંડોવણી હોવાનું ખુલતાં વટવા પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવતીના હત્યારા પતિની અટકાયત કરી છે અને અન્ય મિત્રોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube