રાજસ્થાન રમી રમવા ગયેલા ગુજરાતી શકુનીઓને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા

જિલ્લાના કુંભલગઢની એક હોટલમાં જુગાર રમતા 39 લોકોની ધરપકડ કરીને પોલીસે રૂપિયા 33 લાખ 85 હજારની કિંમતના ટોકન અને 80 હજારની રોકડ જપ્ત કરી.  જુગારીઓ પાસેથી લાખોની કિંમતની સ્લિપ અને કાર્ડ મળી આવ્યા છે. એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું કે બાતમીદારની માહિતી પર કુંભલગઢ ડીએસપી નરપત સિંહના નેતૃત્વમાં, કેલવાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શૈતાનસિંહ નાથાવત, કેલવાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ટીના સોલંકી અને જિલ્લા સ્પેશિયલ ટીમ ઇન્ચાર્જ મુન્શી મોહમ્મદ સાથે બે ડઝન જવાનોએ કેલવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુરા કુંભલગઢ વિલાસ પર દરોડો પાડ્યા. 

Updated By: Aug 5, 2021, 11:01 PM IST
રાજસ્થાન રમી રમવા ગયેલા ગુજરાતી શકુનીઓને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા

રાજસમંદ : જિલ્લાના કુંભલગઢની એક હોટલમાં જુગાર રમતા 39 લોકોની ધરપકડ કરીને પોલીસે રૂપિયા 33 લાખ 85 હજારની કિંમતના ટોકન અને 80 હજારની રોકડ જપ્ત કરી.  જુગારીઓ પાસેથી લાખોની કિંમતની સ્લિપ અને કાર્ડ મળી આવ્યા છે. એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું કે બાતમીદારની માહિતી પર કુંભલગઢ ડીએસપી નરપત સિંહના નેતૃત્વમાં, કેલવાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શૈતાનસિંહ નાથાવત, કેલવાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ટીના સોલંકી અને જિલ્લા સ્પેશિયલ ટીમ ઇન્ચાર્જ મુન્શી મોહમ્મદ સાથે બે ડઝન જવાનોએ કેલવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુરા કુંભલગઢ વિલાસ પર દરોડો પાડ્યા. 

AHMEDABAD: કોમ્પ્યુટર શિક્ષકે યુવતીને કહ્યું, ચાલ તને પર્સનલી રોમેન્ટિક ટેલી શિખવાડું

હોટલ મેનેજરને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે ગુજરાતમાંથી 35-40 લોકો હોટલમાં રોકાયા છે. તેના પર પોલીસે રૂમ નંબર 210 અને 211 નું નિરીક્ષણ કર્યું હતું. તેના પર 17 લોકો પત્તા રમતા અને એક રૂમમાં સટ્ટો રમાડતા જોવા મળ્યા હતા. જ્યારે 22 લોકો બીજા રૂમમાં જુગાર રમી રહ્યા હતા. પોલીસે દરેકને યથાસ્થિતિમાં બેસવાની ચેતવણી આપીને શોધખોળ શરૂ કરી.  

AHMEDABAD માં 20 હજાર રૂપિયા માટે હત્યા કરી લાશ સરખેજ દાટી, રીક્ષા અંબાજી મુકી આવ્યા

જુગારીઓ પાસેથી 80 હજાર રૂપિયા રોકડા અને 33 લાખ 85 હજાર ટોકન મળી આવ્યા હતા. 5 ફોર વ્હીલર, 39 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે, જ્યારે અમદાવાદથી ટોકન આપનાર એજન્ટની પોલીસ દ્વારા અલગથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જુગાર રમતા પકડાયેલા આરોપીઓ ગુજરાતના મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા જિલ્લા ઉપરાંત મુંબઈ, ડુંગરપુર અને ઉદયપુર જિલ્લાના રહેવાસી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube