અમદાવાદ: ભાડા કરારના નામે પાવર ઓફ એટર્નીનો દસ્તાવેજમાં સહી કરાવીને છેતરપિંડી
થલતેજ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીનને ભાડે આપવા માટે જમીન માલિકોએ એક વ્યક્તિ મારફતે કરાર કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ભેગા મળીને ભાડા કરારનાં બહાને માલિકોને સહી અને અંગુઠાના નિશાન લઇ લીધા હતા. વેચાણ દસ્તાવેજ કરી લીધી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગિરીશ કનૈયાલાલ બારોટે (ઉ.વ 64 રહે. પદ્માવતી બગલો, થલતેજ) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે કે, એકાદ મહિના અગાઉ મૌલિક આચાર્ય નામનો જમીન દલાલ તેમની પાસે આવ્યો હતો. તેમણે જમીન ભાડે લેવા માટે વાત કરી હતી.
અમદાવાદ : થલતેજ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીનને ભાડે આપવા માટે જમીન માલિકોએ એક વ્યક્તિ મારફતે કરાર કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ભેગા મળીને ભાડા કરારનાં બહાને માલિકોને સહી અને અંગુઠાના નિશાન લઇ લીધા હતા. વેચાણ દસ્તાવેજ કરી લીધી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગિરીશ કનૈયાલાલ બારોટે (ઉ.વ 64 રહે. પદ્માવતી બગલો, થલતેજ) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે કે, એકાદ મહિના અગાઉ મૌલિક આચાર્ય નામનો જમીન દલાલ તેમની પાસે આવ્યો હતો. તેમણે જમીન ભાડે લેવા માટે વાત કરી હતી.
11 લાખની નકલી નોટ કેસમાં 3 વર્ષથી નાસતો ફરતો આરોપી સાબરકાંઠાથી ઝડપાયો
જમીન મહિને 6.25 લાખ રૂપિયા ભાડે આપવા માટે મૌલિકે દીપેશ સુરેશ પટેલ અને તેમની સાથે ભરત સુરેશભાઇ પટેલને લઇને ગિરીશભાઇ પાસે ગયો હતો. ત્યારે મહિને 6.25 લાખ રૂપિયા ભાડુ અને 12.50 લાખ રૂપિયા એડવાન્સ આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેમણે કુલ ત્રણ ચેક 6.25 લાખની કિંમતના લખી આવ્યા હતા. ત્યાર બાદ ભાડા કરાર કરવા માટે જમીનના માલિકોને સબ રજિસ્ટર ઓફીસ બોલાવ્યા હતા. જ્યાં સર્વર ડાઉન હોવાથી ફરી બીજા દિવસે ટોકન લઇને બોલાવ્યા હતા.
પોરબંદરના આ ખેડૂતે સ્માર્ટ ખેતી દ્વારા કરી લાખોની કમાણી, આ રીતે કરી શકાય વાવેતર
આરોપીએ જમીન માલિકના અંગુઠાના નિશાન, પાનકાર્ડ અન્ય ડોક્યુમેન્ટમાં સહી કરાવી લીધી હતી. પાછળથી નકલ પહોંચાડવાનું કહ્યું હતું. બીજા દિવસે નકલ માંગતા અલગ અલગ જવાબ આપીને વાતો ઉડાવી હતી. આ દરમિયાન જમીન માલિોકને માલુમ પડ્યું કે, તેમના ભાડા કરારની જગ્યાએ જમીનનો દસ્તાવેજ 3 કરોડથી વધારેની રકમનો થઇ ચુક્યો છે. આ વાતની જાણ થતા ભોગ બનનારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube